________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૯૩ तथा । "कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम् ॥२॥" एषा आगमनीतिः प्रधानरूपा सारभावमागता वर्तते धर्मे साध्ये । इत्येष महावाक्यार्थविषयः पुनरवगन्तव्यः ॥८७५॥
ગાથાર્થ–તેથી અહીં તપ-ધ્યાનાદિ આગમનીતિથી કરવું એ ગુણોને પમાડનાર છે. ધર્મમાં આગમનીતિ સારરૂપ છે એ મહાવાક્યર્થ છે.
તેથી–અસમર્થો અને અગીતાર્થો તપ-ધ્યાન કરે એનાથી મહાન દોષ થતો હોવાથી. અહીં–એટલે ધર્મના અધિકારમાં.
આગમનીતિથી એટલે આગમાનુસારે. આગમનીતિ આ પ્રમાણે છે-“તેથી જે રીતે દેહને પીડા ન થાય, માંસ લોહી પુષ્ટ ન બને, ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય તે રીતે તપ કરવો જોઈએ” તથા “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ, તેમ બહુ રસો ખવડાવી-પીવડાવીને કાયાનું લાલન પણ ન કરવું જોઈએ. ચિત્ત અને ઇન્દ્રિયો ઉન્માર્ગમાં ન જાય અને આત્માના વશમાં રહે તેમ તપ કરવું જોઈએ. જિનેશ્વરોએ તે પ્રમાણે તપ કર્યો છે.” (ધર્મબિંદુ પ-૬૨). (૮૭૫)
अत्रापि महावाक्यार्थनिगमनेनैदम्पर्यमाहएवं पसत्थमेयं, णियफलसंसाहगं तहा होइ । इय एस च्चिय सिट्ठा, धम्मे इह अइदंपज्जं तु ॥८७६॥
एवमागमनीत्या 'प्रशस्तं' प्रशंसास्पदमेतत्तपोध्यानादि भवति सतां । तथा 'निजफलसंसाधकं' मोक्षलक्षणफलहेतुः । तथेति समुच्चये । भवत्येषैवागमनीतिरेव श्रेष्ठा 'प्रधाना' धर्मे इहैदम्पर्यमिदं पुनर्जेयम् ॥८७६॥
અહીં મહાવાકયાર્થના ઉપસંહાર પૂર્વક ઐદંપર્યને કહે છે
ગાથાર્થ–ટીકાર્ય–આગમનીતિથી સપુરુષોનાં તપ-ધ્યાનાદિ પ્રશસ્તા=પ્રશંસાપાત્ર) અને સ્વફળસાધક(=મોક્ષરૂપ ફળનું કારણ) બને છે. આ પ્રમાણે “ધર્મમાં આગમનીતિ જ મુખ્ય છે” એ અહીં ઐદંપર્ય જાણવું. (૮૭૬)
તથા दाणपसंसाईहिं, पाणवहाईओ उजुपयत्थत्ति । एए दोवि हु पावा, एवंभूओऽविसेसेणं ॥८७७॥