________________
૩૯૭
ઉપદેશપદ : ભાગ-૨ (૩) કાળ–સુકાળ છે કે દુષ્કાળ છે ઈત્યાદિ વિચાર કરવો. દુષ્કાળ હોય અને પોતાને
સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે ઈત્યાદિ વિચાર
કરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે. (૪) શ્રદ્ધા-વિશુદ્ધ અધ્યવસાયથી આપવું. આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિથી નહિ,
કિંતુ આપવું એ આપણી ફરજ છે, એમનો આપણા ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ,
તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી ય ઇત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું. (૫) સત્કાર–આદરથી આપવું, નિમંત્રણ કરવા જવું, ઓચિંતા ઘરે આવે તો ખબર પડતાં
સામે જવું, વહોરાવ્યા બાદ થોડા સુધી પાછળ જવું, વગેરે સત્કારપૂર્વક દાન કરવું. (૬) ક્રમ-શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા દુર્લભ વસ્તુનું
કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું.
તથા–“હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને (=અહિંસકને) પ્રાસુક=(અચિત્ત) અને એષણી (=નિર્દોષ) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ! તેને એકાંતે નિર્જરા થાય, અને પાપકર્મ ન બંધાય.” હે ભગવંત! શ્રાવક તેવા પ્રકારના શ્રમણને અથવા માહણને અપ્રાસુક (=સચિત્ત) અને અનેષણીય (=દોષિત) અશન પાન, ખાદિમ, સ્વાદિમ વહોરાવે તો તેને શું ફળ મળે? હે ગૌતમ! તેને ઘણી નિર્જરા થાય અને અલ્પ પાપકર્મ બંધાય.”
(પ્રશ્નપુષ્ટ કારણથી અશુદ્ધ આપે છે, તેથી જિનાજ્ઞાનું પાલન કરે છે. તેથી આ દાનમાં કેવળ નિર્જરા થવી જોઈએ, અલ્પ પાપકર્મ કેમ બંધાય?
ઉત્તર–જેવી રીતે દ્રવ્યપૂજા પૂજા કરનારના નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને પૂજા કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી પૂજા કરનારને પુણ્યબંધ થાય છે, પણ સ્નાન વગેરેમાં પકાયના આરંભમાં પ્રવૃત્તિ થવાથી કંઈક અશુભ કર્મબંધ થાય છે. તેવી રીતે પ્રસ્તુતમાં પુષ્ટકારણ હોવાથી અશુદ્ધ દાન કરનારા નિર્મલ અધ્યવસાયનું કારણ હોવાથી અને દાન કરનાર જિનાજ્ઞાની આરાધનામાં પ્રવૃત્ત થયો હોવાથી ઘણી ૧. પૂજામાં કંઈક અશુભ કર્મ બંધાય એ વિગત ઉપદેશ રત્નાકર અંશ ૪ તરંગ -માં જણાવી છે. તેના આધારે દાનમાં પણ આ વાત ઘટી શકે છે. પૂજા પંચાશકની દસમી ગાથાની ટીકામાં પણ આ વિષયનું સમર્થન કર્યું છે.