________________
૩૯૪
ઉપદેશપદ : ભાગ-૨ दानप्रशंसादिभिर्दानप्रशंसया, आदिशब्दात् तनिषेधदेशनया च प्राणवधादिः दानप्रशंसायां प्राणिवधः, तनिषेधे च क्षपणादिलाभान्तरायः । अत एव सूत्रकृताङ्गे पठ्यते-"जे उ दाणं पसंसंति, वहमिछंति पाणिणं। जे अ णं पडिसेहंति वित्तिछेयं कुणंति ते ॥१॥" 'उजुपयत्थोत्ति' अयं च ऋजुरेव पदार्थः । एनमेवाह-एतौ द्वावपि प्राणिवधकरणादिवृत्तिव्यवच्छेदौ पापावसमञ्जसौ वर्त्तते एवंभूतः पदार्थोऽविशेषेण सामान्येन । अयमभिप्रायः-धर्मस्यादिपदं दानं, दानं दारिद्र्यनाशनम् । जनप्रियकरं दानं, दानं सर्वार्थसाधनम्॥१॥ इत्यादिभिर्वचनैर्नानारूपस्य जनप्रसिद्धस्य शस्त्रादिरूपदानस्य स्वभावत एव पृथिव्यादिजीवहिंसात्मकस्य प्रशंसायां नियमात् साधोर्जीवहिंसानुमतिः सम्पद्यते । तथा, तथाविधशास्त्रसंस्कारात् स्वयमेव कैश्चिद्धर्मार्थिभिः प्रवर्त्तमानस्योक्तरूपस्य दानस्य-"बीजं यथोषरे क्षिप्तं, न फलाय प्रकल्पते । तथाऽपात्रेषु दानानि, प्रदत्तानि विदुर्बुधाः ॥१॥" इत्यादिवचनैर्निषेधे क्रियमाणे क्षपणादिलाभान्तरायः सम्पद्यत इति ॥८७७॥
તથા–
ગાથાર્થ–“દાનપ્રશંસાથી પ્રાણિવધ થાય, અને દાનનિષેધથી તપસ્વી આદિને લાભમાં અંતરાય થાય” આ વચનનો પદાર્થ સરળ જ છે. પ્રાણિવધ અને વૃત્તિવિચ્છેદ એ બંને પાપ છે એમ સામાન્યથી પદાર્થ છે.
ટીકાઈ. આથી જ સૂત્રકૃતાંગમાં કહેવાય છે કે–“જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ વધમાં અનુમતિ આપે છે. જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ (યાચકાદિની) આજીવિકાનો વિચ્છેદ કરે છે.”
સૂત્રકૃતાંગના આ વચનથી દાનની પ્રશંસા અને દાનનો નિષેધ પાપ છે એવો અર્થ સિદ્ધ થયો. કારણ કે દાનપ્રશંસામાં જીવવધમાં અનુમતિ થાય છે અને નિષેધમાં યાચક આદિની આજીવિકાનો વિચ્છેદ થાય છે.
અહીં અભિપ્રાય આ છે–લોકમાં પ્રસિદ્ધ વિવિધ પ્રકારના શસ્ત્રાદિદાન સ્વભાવથી જ પૃથ્વીકાય આદિ જીવોની હિંસારૂપ છે. આવા દાનની “દાન ધર્મનું પહેલું પગથિયું છે, દાન દરિદ્રતાનો નાશ કરે છે, દાન લોકમાં પ્રિય કરે છે, અર્થાત્ દાનથી લોકમાં પ્રિય થવાય છે, દાન સર્વ કાર્યોની સિદ્ધિને કરે છે.” ઇત્યાદિ વચનોથી પ્રશંસા કરવામાં નિયમા સાધુને જીવહિંસાની અનુમતિ પ્રાપ્ત થાય.