________________
૩૮૮
ઉપદેશપદ : ભાગ-૨ અનુબંધ થાય છે. અવિધિથી જિનમંદિરનિર્માણ આદિમાં અહિંસાનો અનુબંધ રહી શકતો નથી. આથી જિનમંદિર નિર્માણ આદિમાં જિનના ઉપદેશથી વિધિપૂર્વક પ્રયત્ન કરવો જોઇએ. આ મહાવાક્ષાર્થ છે, એટલે કે પૂર્વે જિનમંદિર વગેરે ન કરી શકાય એવો જે પૂર્વપક્ષ કર્યો હતો તેનું આ સમાધાન છે.
જિનમંદિરના નિર્માણનો સંક્ષિપ્ત વિધિ આ છે– (૧) ભૂમિશુદ્ધિ-જ્યાં જિનમંદિર કરાવવાનું હોય તે ભૂમિ નિર્દોષ હોવી જોઇએ. (૨) દલશુદ્ધિ-જેનાથી જિનમંદિર બને છે તે કાષ્ઠ-પથ્થર વગેરે નિર્દોષ જોઇએ. (૩) ભૂતકાનતિસંધાન–કામ કરનારા માણસોને છેતરવા ન જોઇએ. (૪) સ્વાશયશુદ્ધિ-શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવી જોઇએ. [ષોડશક ૬/૩]
લોચરૂપ કાર્યનો વિધિ આ પ્રમાણે છે-“જિનકલ્પીઓને નિત્ય, અતિવૃદ્ધ સાધુઓને માત્ર ચોમાસામાં, તરુણ સાધુઓને ચાર ચાર માસે, સામાન્ય વૃદ્ધ સાધુઓને છ-છ મહિને લોચ કરાવવાનો હોય છે.” (૮૬૭).
महावाक्यार्थमेव गाथापूर्वार्द्धनोपसंहरनैदम्पर्यमाहएवं एसा अणुबंधभावओ तत्तओ कया होइ । अइदंपजं एयं, आणा धम्मम्मि सारोत्ति ॥८६८॥
"एवं' विधिना यत्ने क्रियमाणे एषाऽहिंसाऽनुबन्धभावत उत्तरोत्तरानुबन्धभावाद् मोक्षप्राप्तिपर्यवसानानुगमात् 'तत्त्वतः' परमार्थतः कृता भवति, मोक्षसम्पाद्यजिनाज्ञाया उपरमाभावादिति । ऐदम्पर्यमेतदत्र यदुताज्ञा धर्मे सारः । इतिः परिसमाप्तौ ॥८६८॥
ઐદંપયાર્થ ગાથાના પૂર્વાર્ધથી મહાવાક્યર્થનો ઉપસંહાર કરીને ઐદંપર્યને કહે છે
ગાથાર્થ-વિધિથી યત્ન કરવામાં અનુબંધના કારણે પરમાર્થથી અહિંસા કરાયેલી થાય છે. ઐદંપર્ય આ છે કે ધર્મમાં આજ્ઞા સારભૂત છે.
ટીકાર્થ-વિધિથી થતા જિનમંદિર નિર્માણ આદિમાં સ્વરૂપથી હિંસા થતી હોવા છતાં અનુબંધ તો અહિંસાનો થાય છે. વિધિપૂર્વક થતા જિનમંદિર નિર્માણ આદિથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ઉત્તરોત્તર અહિંસાનો અનુબંધ (=પરંપરા) ચાલે છે. કારણ કે જેનાથી મોક્ષ મેળવી શકાય છે એવી જિનાજ્ઞા અટકતી નથી. આથી એ હિંસાથી પણ પરમાર્થથી તો અહિંસા જ કરેલી થાય છે.