________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૯૦
વગેરે અત્યંતર પરિગ્રહ છે. આમ સાધુ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ પરમાર્થથી તો ગ્રહણ રૂપ જ છે. તથા અહીં બીજી વાત એ પણ છે કે–જો સાધુઓ વસ્ત્રાદિ ન રાખે તો અધિકરણની વૃદ્ધિ થાય. અહીં અધિકરણ એટલે અસંયમ. જેનાથી આત્મા નરકગતિ આદિનો અધિકારી કરાય તે અધિકરણ. અધિકરણ શબ્દના આવા અર્થથી અધિકરણ એટલે અસંયમ. કારણકે અસંયમથી આત્મા નરકગતિ આદિનો અધિકારી થાય છે. રજોહરણ વગેરે ઉપધિ વિના જિનકલ્પિકો વગેરેને પણ અસંયમની વૃદ્ધિ થાય. આમ સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ પરમાર્થથી ગ્રહણ રૂપ જ છે. પરિગ્રહનો ત્યાગ કરે એ વચનથી પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો એ શ્રેયસ્કર નથી. આ વાક્યાર્થ છે. (૮૭૦)
आणाबाहाए तहा, गहणंपि ण सुंदरंति दट्ठव्वं । ता तीए वट्टियव्वंति महावक्कत्थमो णेओ ॥८७१ ॥
'आज्ञाबाधया' " जिणा बारसरूवाणि, थेरा चोहसरूविणो । अज्जाणं पन्नवीसं तु, अओ उड्डमुवग्गहो ॥ १ ॥ " इत्यादिवचनोल्लङ्घनेन तथेत्यधिकरणवृद्धिभयाद् ग्रहणमिति वस्त्रादीनां न सुन्दरमिति द्रष्टव्यं किं पुनः सर्वथैवाग्रहणमित्यपिशब्दार्थः । 'तत्' तस्मात् तस्यामाज्ञायां वर्त्तितव्यमिति महावाक्यार्थों ज्ञेय इति ॥८७१ ॥
ગાથાર્થ—અધિકરણ વૃદ્ધિના ભયથી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સુંદર નથી એમ જાણવું. તેથી આજ્ઞામાં વર્તવું એ મહાવાક્યાર્થ જાણવો.
ટીકાર્થપૂર્વની ગાથામાં સાધુઓ વસ્ત્રાદિ ગ્રહણ ન કરે એ અધિકરણની વૃદ્ધિના કારણે ગ્રહણ રૂપ જ છે એમ જણાવ્યું છે. આનાથી કોઇને એમ થાય કે વસ્ત્રાદિનું ગ્રહણ કરવું જ જોઇએ. વસ્ત્રાદિનું ગ્રહણ કરવામાં આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડે તો પણ વાંધો નહિ. આના સમાધાનમાં અહીં જણાવ્યું કે જેમ અગ્રહણ સારું નથી તેમ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સારું નથી.
અગ્રહણ સારું નથી, આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સારું નથી, તો શું કરવું એના જવાબમાં અહીં કહ્યું કે આજ્ઞા પ્રમાણે વર્તન કરવું. આને મહાવાક્યાર્થ જાણવો. ‘ગ્રહણ પણ' એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગ્રહણ પણ સારું નથી, તો સર્વથા જ ગ્રહણ ન કરવું એ સારું નથી એમાં તો શું કહેવું?
સાધુઓને વસ્ત્રો રાખવાની આજ્ઞા આ પ્રમાણે છે–જિનકલ્પિકોને બાર પ્રકારની, સ્થવિર કલ્પિકોને ચૌદપ્રકારની અને સાધ્વીઓને પચ્ચીસ પ્રકારની (ઓઘ) ઉપધિ હોય છે, તેથી વધારે હોય તે ઔપગ્રહિક ઉપધિ જાણવી.” [પંચવ.૬૭૧] (૮૭૧)