________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૮૭
વાક્યાર્થ ગાથાર્થ–પદાર્થથી તો ગૃહસ્થોને જિનમંદિરનું નિર્માણ અને સાધુઓને લોચ આદિ કરવું એ હિંસા કરવાનું જ થાય. કેમકે તેમાં તેવા પ્રકારની પરપીડાનો અનુબંધ થાય છે. આ વાક્યર્થ છે.
ટીકાર્ચ–ગૃહસ્થો જિનમંદિર બંધાવીને અને સાધુઓ લોચ આદિ કરીને નિષેધ કરાયેલી હિંસાને જ કરે છે.
અહીં તાત્પર્ય આ છે–કોઇપણ જીવને પીડા ન કરવી એ અર્થ પ્રમાણે તો ગૃહસ્થોથી જિનમંદિર ન બંધાવી શકાય અને સાધુઓથી લોચ વગેરે ન કરી શકાય. કારણ કે એમાં બીજા જીવોને પીડા થાય છે. આ ચાલના રૂપ વાક્યર્થ છે.
લોચ આદિ' એ સ્થળે આદિ શબ્દથી તે તે અપવાદનો આશ્રય લઈને તેવા પ્રકારના પ્રવચનદુષ્ટનો નિગ્રહ કરવો વગેરેમાં થતી પરપીડા સમજવી. (૮૬૬)
अविहिकरणम्मि आणाविराहणा दुट्ठमेव एएसिं । ता विहिणा जइयव्वंति महावकत्थरूवं तु ॥८६७॥
'अविधिकरणे'ऽनीतिविधाने चैत्यगृहलोचादेरर्थस्याज्ञाविराधनाद् भगवद्वचनविलोपनाद् दुष्टमेवैतेषां चैत्यगृहादीनां करणम् । तत्र चेयमाज्ञा "जिनभवनकारणविधिः, शुद्धा भूमिर्दलं च काष्ठादि । भृतकानतिसन्धानं, स्वाशयवृद्धिः समासेन ॥१॥" लोचकर्मविधिस्तु -"धुवलोओ य जिणाणं, वासावासासु होइ थेराणं । तरुणाणं चउमासे, वुड्डाणं होइ छम्मासे ॥१॥" इत्यादि । तत् तस्माद् विधिना जिनोपदेशेन यतितव्यम्। इत्येवं 'महावाक्यार्थस्य' प्राक्चालितप्रत्यवस्थानरूपस्य रूपं तु स्वभावः पुनः ॥८६७॥
મહાવાક્યાર્થ ગાથાર્થ–અવિધિથી કરવામાં આજ્ઞાની વિરાધના થવાથી જિનમંદિરનું નિર્માણ વગેરે દુષ્ટ જ છે. આથી વિધિપૂર્વક પ્રયત્ન કરવો જોઇએ. આ મહાવાક્યાર્થનું સ્વરૂપ છે.
ટીકાર્થ-જિનમંદિર અને લોચ વગેરે અવિધિથી કરવામાં આજ્ઞાની વિરાધના થાય છે= જિનવચનનો લોપ થાય છે. જિનવચનનો લોપ થવાના કારણે જિનમંદિર નિર્માણ આદિમાં હિંસાનો દોષ રહેલો છે. વિધિપૂર્વક કરવામાં જિનવચનનો લોપ થતો ન હોવાથી હિંસાનો દોષ નથી.
અહીં તાત્પર્યાર્થ આ છે–હિંસાના ત્રણ પ્રકારમાં અનુબંધ હિંસા જ મુખ્ય છે. વિધિપૂર્વક જિનમંદિર નિર્માણ આદિમાં અનુબંધ હિંસા રહેતી નથી, બલ્બ અહિંસાનો