________________
૩૮૨
ઉપદેશપદ : ભાગ-૨ સૂત્રના પદાર્થ આદિ ભેદથી–સૂત્રના પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થ એ ચાર ભેદોથી સૂત્રનું વ્યાખ્યાન કરે. તેમાં સૂત્રોના માત્ર પદોનો અર્થ કહેવો તે પદાર્થ છે. (૮૫૮)
अथेदमेव व्याचष्टेपयवक्कमहावक्कथमेदंपजं च एत्थ चत्तारि सुयभावावगमम्मी, हंदि पगारा विणिट्ठिा ॥८५९॥
पदं च वाक्यं च महावाक्यं च पदवाक्यमहावाक्यानि तेषामर्थः प्रादुष्कर्त्तव्यः प्रथमतः शिष्यस्य । मकारोऽलाक्षणिकः । ऐदम्पर्यं च पश्चात् प्रकाशयेत् । एवमत्र व्याख्यानविधिनिरूपणायां चत्वारः श्रुतभावावगमे, हंदीप्युपप्रदर्शने, 'प्रकारा' भेदा विनिर्दिष्टा इति । तत्र द्विविधं पदं सुबन्तं तिङन्तं च । पुनरपि सुबन्तं त्रिधा, नामोपसर्गनिपातभेदात् । तत्र नाम घट इत्यादि, उपसर्गः प्रपरेत्यादि, निपातश्च वाहीत्यादि । तिङन्तं च भवति पचतीत्यादि । एकार्थप्रतिपादकानि पदानि, वाक्यं पदार्थचालनारूपं, वाक्यान्येव विशिष्टतरैकार्थचालितार्थप्रत्यवस्थानरूपं महावाक्यम् । इदं परं प्रधानं यत्र भणने तत् तथा, तद्भाव ऐदम्पर्य सूत्रार्थभावार्थ इत्यर्थः ॥८५९॥
હવે આને જ (=વ્યાખ્યાનના ચાર પ્રકારને જ) કહે છે
ગાથાર્થ–અહીં શાસ્ત્રના ભાવો જાણવા માટે વ્યાખ્યાન વિધિના પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યર્થ અને ઔદંપર્ય એમ ચાર પ્રકાર જણાવ્યા છે.
ટીકાર્ચ–અહીં-વ્યાખ્યાન વિધિના નિરૂપણમાં. પહેલાં માત્ર પદાર્થ કહે, પછી વાક્યર્થ કહે, પછી મહાવાક્યર્થ કહે, પછી ઔદંપર્યાર્થ કહે. તેમાં પદના સુવન્ત અને તિલા એમ બે પ્રકાર છે. (શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વિમવત્યન્ત પમ એમ કહ્યું છે. જેના અંતે વિભક્તિ હોય તેને પદ કહેવાય. તેમાં નામના અંતે વિભક્તિ લાગી હોય તે સુવન્ત પદ કહેવાય અને ધાતુના અંતે વિભક્તિ લાગી હોય તે તિડત પદ કહેવાય.) સુવન્ત પદના નામ, ઉપસર્ગ અને નિપાત એમ ત્રણ પ્રકાર છે. તેમાં ઘટ વગેરે નામ છે. પ્ર અને પરા વગેરે ઉપસર્ગ છે. વા અને હિ વગેરે નિપાત છે. મતિ, પ્રતિ વગેરે તિઃા પદ છે.
પદાર્થ-એક અર્થને જણાવે તે પદ, પદનો અર્થ તે પદાર્થ.
વાક્યાર્થ–પદાર્થોમાં ચાલના કરવી. ચાલના કરવી એટલે શંકા ઉઠાવવી, અર્થાત્ પદાર્થ સમજાઈ ગયા પછી તેમાં શંકા ઉઠાવવી (અથવા પૂર્વપક્ષ કરવો) તે વાક્યર્થ.
મહાવાક્યાર્થ–કોઈ એક વિશિષ્ટ અર્થમાં જે શંકા ઉઠાવી હોય (અથવા પૂર્વપક્ષ કર્યો હોય) તેનું યુક્તિયુક્ત સમાધાન કરવું તે મહાવાક્યર્થ.