________________
૩૮૧
ઉપદેશપદ : ભાગ-૨
જ્યષ્ઠને વંદન–તે જ સમયે જયેષ્ઠને વંદન કરવું. અહીં દીક્ષાપર્યાયી યેષ્ઠ સાધુ ન સમજવો, કિંતુ ચિંતનિકા કરાવે (રાત્રિ વગેરેના સમયે જે અર્થો ન સમજાયા હોય તે સમજાવે, જે યાદ ન રહ્યું હોય તે યાદ કરાવે વગેરે રીતે ચિતનિકા કરાવે) તે સાધુ સમજવો. કારણકે તે વખતે મૃતથી જ્યેષ્ઠ જ બહુ ઉપકારી છે.
ઉપયોગ–જે અર્થનું વ્યાખ્યાન થઈ રહ્યું હોય તે અર્થમાં જ ચિત્ત રાખવું. સંવેગ=વૈરાગ્ય.
સંગતાર્થ પ્રશ્નોત્તર–શ્રોતાને જે અર્થ ન સમજાયો હોય તે અર્થની પૃચ્છા કરવી તે પ્રશ્ન. પ્રશ્નરૂપ ખાડામાં પડેલા શિષ્યને પ્રશ્નરૂપ ખાડામાંથી બહાર કાઢનારું ગુરુનું પ્રતિવચન તે ઉત્તર. આ પ્રશ્નોત્તરો સંગત=યુક્તિયુક્ત હોવા જોઈએ, અપ્રસ્તુત કથનને સૂચવનારા ન હોવા જોઈએ, અર્થાત્ અપ્રસ્તુત વિષયના પ્રશ્નોત્તરો ન હોવા જોઈએ. પ્રસ્તુત વિષયના પ્રશ્નોત્તરો પણ ઢંગધડા વિનાના ન હોવા જોઈએ, કિંતુ યુક્તિયુક્ત હોવા જોઈએ. (૮૫૭)
अत्रैव मतान्तरमाहसीसविसेसे णाउं, सुत्तत्थाइविहिणा व काऊण । वक्खाणिज चउद्धा, सुत्तपयत्थाइभेएण ॥८५८॥
"शिष्यविशेषान्' मृदुमध्याधिमात्रप्रज्ञाभेदभिन्नान् ज्ञात्वा 'सूत्रार्थादिविधिना' । "सुत्तत्थो खलु पढमो, बीओ निजुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥१॥" इत्येवंलक्षणेन विशेषितं, वाशब्दः प्रकारान्तरसूचनार्थः, स च भिन्नक्रमोऽग्ने योक्ष्यते, 'कृत्वा' विधाय सूत्रमिति गम्यते, 'व्याख्यानयेद्' विवृणीयात् । चतुर्द्धा वा 'सूत्रपदार्थादिभेदेन' इह सूत्रपदानामर्थः पदार्थमात्रोल्लिङ्गना, आदिशब्दाद् वाक्यार्थमहावाक्याथैदम्पर्यग्रह इति ॥८५८॥
અહીં જ મતાંતરને (=વ્યાખ્યાન કરવાના બીજા પ્રકારને) કહે છે
ગાથાર્થ–શિષ્યના ભેદોને જાણીને સૂત્રાર્થ આદિ વિધિથી, અથવા સૂત્રના પદાર્થ આદિ ભેદથી સૂત્રનું વ્યાખ્યાન કહે.
ટીકાર્થ-શિષ્યના ભેદોને જાણીને- મંદબુદ્ધિવાળો, મધ્યમબુદ્ધિવાળો, તીવ્રબુદ્ધિવાળો એમ શિષ્યોના ભેદોને જાણીને.
સૂત્રાર્થ આદિ વિધિથી–“પહેલાં માત્ર સૂત્રનો અર્થ કહે, બીજીવાર સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિથી મિશ્રિત અર્થ કહે, ત્રીજીવાર પ્રાસંગિક-અનુપ્રાસંગિક બધું કહે. જિનોએ અને ચૌદપૂર્વધરોએ અનુયોગમાં (સૂત્રના વ્યાખ્યાનમાં) આ વિધિ કહ્યો છે.” (આવનિ. ગા.૨૪)