________________
૩૭૮
ઉપદેશપદ : ભાગ-૨ નથી. તેથી તેઓ વિષયપરિચ્છેદક નથી. આ બાબતમાં સકલલોકમાં આવી પ્રસિદ્ધિ જ સબળ પ્રમાણ છે. બીજા પ્રમાણની જરૂર જ નથી. (ધર્મસંગ્રહણી ગા. ૫૦) તેથી ભૂતોને ધર્મ કેવી રીતે હોય? ધર્મનું ફળ કેવી રીતે હોય? અર્થાતું ન હોય. જેને ધર્મ અને ધર્મનું ફળ મળે તેને જ આત્મા જાણવો.
જેમને ઈષ્ટ શબ્દાદિ વિષયસુખનાં સાધનો કે અનિષ્ટ શબ્દાદિ દુઃખનાં સાધનો સમાન મળ્યાં છે તે જીવનમાં સુખ-દુઃખના અનુભવમાં જે વિશેષતા (તરતમતા) જોવામાં આવે છે તે કોઈ હેતુ વિના ઘટી શકે નહિ. કારણકે વિશેષતા કાર્ય છે. કારણ વિના કાર્ય ન થાય. જેમકે ઘડો. ઘડો તેનાં કારણો વિના ઉત્પન્ન ન થાય. આથી તેમાં વિશેષતા લાવનાર જે અદષ્ટ (=નહિ જોવાયેલો હેતુ છે તે જ કર્મ છે એમ હે ગૌતમ! તું સ્વીકાર. [વિશેષા. ભા. ગા.૧૬૧૩] - દેવલોક અને પૃથ્વીની સંખ્યા વગેરે જે પદાર્થો માત્ર આગમથી જ સિદ્ધ થઈ શકતા હોય તે પદાર્થોને સિદ્ધ કરવા માટે માત્ર આગમથી પ્રરૂપણા કરવામાં કુશળ હોય તે સ્વસમય પ્રરૂપક છે.
બીજો સિદ્ધાંત વિરાધક છેaહેતુવાદના વિષયમાં યુક્તિઓ ન બતાવતાં માત્ર આગમને આગળ કરનાર અને આગમવાદના વિષયમાં યુક્તિઓ બતાવનાર સિદ્ધાંતનો વિરાધક છે, એટલે કે જિનવચનના અનુયોગનો વિનાશક છે. તે આ પ્રમાણે–જે પદાર્થો યુક્તિથી પણ સિદ્ધ કરી શકાતા હોય તે પદાર્થોના નિરૂપણમાં યુક્તિઓ ન બતાવે અને માત્ર આગમને જ આગળ કરે તો તેનાથી નાસ્તિક વગેરેએ બતાવેલી કુયુક્તિઓનું ખંડન ન થવાથી સ્વસિદ્ધાંતમાં શ્રોતાઓને દઢ પ્રતીતિ કરાવી શકાતી નથી. તથા જેમાં યુક્તિઓ જ ન હોય તેવા કેવળ આગમગ્રાહ્ય પદાર્થોના નિરૂપણમાં યુક્તિઓ લગાડવા માંડે તો વિવક્ષિત પદાર્થનો બોધ ન કરાવી શકવાથી પોતાની મહેનત નિષ્ફળ જાય, એથી પોતે વિલખો બને, અને શ્રોતાઓમાં તેનું વચન આદેય ન બને. આમ તેણે સિદ્ધાંતની સમ્યક આરાધના ન કરી. કારણકે તે વિપરીત વ્યવહાર કરે છે, અર્થાત્ યુક્તિગ્રાહ્ય પદાર્થોમાં આગમને આગળ કરે છે અને આગમગ્રાહ્ય પદાર્થોમાં યુક્તિને લગાડે છે. (૮૫૩)
एवंविधगुरुसमाश्रयणे फलमाह[ एत्तो सुत्तविसुद्धी, अत्थविसुद्धी य होइ णियमेणं । सुद्धाओ एयाओ, णाणाईया पयर्टेति ॥८५४॥]
१. इयमपि मूलगाथा नास्ति पुस्तकेषु । टीकानुसारेण त्वत्रोपनिबद्धा ।