________________
૩૭૧
ઉપદેશપદ : ભાગ-૨
ઉત્તરગુણોનું યથાશક્ય પાલન. તપ એટલે અનશનાદિ બાહ્ય-અત્યંત૨ તપ. વિનય એટલે વડીલો પ્રત્યે અભ્યુત્થાન વગેરે. (૪)
કોઇવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર-પાણી વગેરેની અનુકૂળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઇએ. ગચ્છના પરિપાલન માટે દુષ્કાળ વગેરે કા૨ણ ઉપસ્થિત થયા પહેલાં પણ આયઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે કહીએ છીએ તે પ્રમાણે પાસત્યાદિની ગવેષણા (ઓળખપરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અંહી આય એટલે પાસસ્થાદિની પાસેથી નિર્વિઘ્ને સંયમ પળાય તેવો લાભ (સહાય) અને ઉપાય એટલે કોઇપણ રીતે (ચતુરાઇથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેઓની સુખશાતાદિ પૂછે. તેમ કરવાથી તેઓને અપ્રીતિ તો ન થાય, બલ્કે તે એમ માને કે અહો! આ લોકો પોતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આવો પ્રેમ ધરાવે છે. આય-ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે જણાવાતાં સ્થાને તે પાસસ્થાદિની ગવેષણા (ઓળખાણ-પરિચય) કરવી. (૫)
કારણ ઉત્પન્ન થયે છતે પાર્શ્વાદિને અભ્યુત્થાન અને વંદન એ બન્ને પ્રકારનું કૃતિકર્મ ન કરે તેને ચતુર્લભુ પ્રાયશ્ચિત્ત છે. (૬) (૮૪૨)
अत्रैव दृष्टान्तमभिधातुमाह
एत्थं पुण आहरणं, विण्णेयं णायसंगयं एयं । अगहिलगहिलो राया, बुद्धीए अणट्ठरज्जोत्ति ॥८४३ ॥
अत्रागीतार्थाद्यनुवृत्तौ पुनराहरणं विज्ञेयं 'न्यायसङ्गतं' युक्तियुक्तमेतद् वक्ष्यमाणम् । तदेव दर्शयति — अग्रहिलग्रहिलोऽग्रहवान् ग्रहिलः संवृत्तः कश्चिद् राजा । ‘બુછ્યા' બુદ્ધિનાના મત્રિબા અનષ્ઠાભ્ય: વૃતઃ । કૃતિઃ પૂર્વવત્ ॥ ૮૪રૂ
અહીં જ દૃષ્ટાંત કહેવા માટે કહે છે—
ગાથાર્થ—ટીકાર્થ—અગીતાર્થ આદિની અનુવર્તના કરવામાં યુક્તિયુક્ત આ દૃષ્ટાંત જાણવું. દૃષ્ટાંતને જ જણાવે છે—ગાંડો ન હોવા છતાં દેખાવથી ગાંડા બનેલા કોઇ રાજાએ બુદ્ધિ નામના મંત્રીની સહાયથી રાજ્યનું રક્ષણ કર્યું. (૮૪૩)
इदमेवोदाहरणं विशेषतो गाथाचतुष्टयेन भावयति
૧. આ છ ગાથાઓ ગુરુતત્ત્વ વિનિશ્ચય ગ્રંથમાં ત્રીજા ઉલ્લાસમાં અનુક્રમે ૧૫૬થી ૧૫૯ તથા ૧૪૮ અને ૧૪૬ નંબરની છે.