________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૭૩
આ જ દાંતને ચાર ગાથાઓથી વિસ્તારથી વિચારે છે
ગાથાર્થ–ટીકાર્થ–પૃથ્વીપુર નગરમાં પૂર્ણ નામનો રાજા હતો. તેનો બુદ્ધિ નામનો મંત્રી હતો. એકવાર ભવિષ્યકાળને જાણનાર કોઈ જ્યોતિષીને જ્ઞાન થયું કે આ મહિના પછી વર્ષાદ થશે. તે વર્ષાદનું પાણી પીવાથી લોકો ગાંડા બની જશે. પછી કેટલોક કાળ ગયા પછી સુવૃષ્ટિ થશે. સુવૃષ્ટિ થતાં બધું સુંદર થશે. તે જ્યોતિષીએ રાજાને આ વિગત કહી. (૮૪૪)
જ્યોતિષીએ આ પ્રમાણે કહ્યું એટલે રાજાએ નગરમાં ઢોલ પીટાવીને લોકોને જણાવ્યું કે તમે થાય તેટલા પાણીનો સંગ્રહ કરી લો. બધા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે પાણીનો સંગ્રહ કરી લીધો. જણાવેલા મહિના પછી વર્ષાદ થયો. લોકોએ તે પાણી પીધું નહિ. સંગ્રહેલું પાણી ખૂટી જતાં લોકોએ નવું પાણી પીવાનું શરૂ કર્યું. ક્રમે કરીને લગભગ બધાય ગાંડા બની ગયા. (૮૪૫) સામંતો વગેરેએ ઘણા પાણીનો સંગ્રહ કર્યો હતો. છતાં તે પાણી ખૂટી જતાં તેમણે પણ દૂષિત વર્ષાદનું પાણી પીધું. રાજાની પાસે જુના પાણીના વહેણનો સંગ્રહ હતો, પણ બીજા કોઈ પાસે ન હતો. રાજા ડાહ્યો હોવાના કારણે સામંત વગેરેની ગાંડપણ ભરેલી ચેષ્ટાઓમાં જ્યારે ભળતો નથી ત્યારે તેમણે મંત્રણા કરી કે, આપણે છીએ તો રાજા રાજ્યસુખ ભોગવી શકે છે. પણ રાજા આપણા અભિપ્રાય પ્રમાણે વર્તન કરતો નથી, અને કોણ જાણે કેટલા લાંબા કાળ સુધી રાજ્ય કરશે? માટે તેને પકડીને બાંધી દઈએ. તેમની આ મંત્રણાનો બુદ્ધિ મંત્રીને ખ્યાલ આવી ગયો. (૮૪૬)
તેથી મંત્રીએ રાજાને કહ્યું: રાજ્ય અને જીવનના રક્ષણનો ઉપાય એમનું અનુવર્તન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અર્થાત્ ગાંડાઓ જેમ કરે તેમ કરીએ તો જ રાજ્ય અને જીવનનું રક્ષણ થઈ શકે. આથી રાજાએ પૂર્વનું સંગ્રહેલું પાણી પીવાનું રાખીને પોતાને કૃત્રિમ (=માત્ર બહારના દેખાવથી) ગાંડો બતાવ્યો. હવે રાજા ગાંડાઓની ભેગો ભળી ગયો. આથી સામંત વગેરેને આનંદ થયો. રાજ્ય ટકી ગયું. સમય જતાં સારો વર્ષાદ થયો. તેથી બધું સારું થયું. (૮૪૭)
एएणाहरणेणं, आयाराया सुबुद्धिसचिवेण । दुसमाए कुग्गहोदगपाणगहा रक्खियव्वोत्ति ॥८४८॥
एतेनाहरणेन आत्मा राजा वर्तते । स राजकल्प आत्मा 'सुबुद्धिसचिवेन' शास्त्रानुसारिणी बुद्धिरेव सचिवस्तेन, दुष्षमायां कुग्रह एव शास्त्रबाधितबोधलक्षण: 'उदकपानग्रहो' जलपानोत्पन्नग्रहरूपस्तस्माद् रक्षितव्य इति ॥८४८॥