________________
૩૬૬
ઉપદેશપદ : ભાગ-૨ मार्गस्थितेन साधुना श्रावकेण च । अन्यथा तदालापसंभाषादिना संसर्गकरणे कुष्ठज्वररोगोपहतसंसर्ग इव तत्तदोषसंचारादिहलोकपरलोकयोरनर्थावाप्तिरेव। अत एवोक्तम्सीहगुहं वग्घगुहं, उदयं च पलित्तयं च सो पविसे। असिवं ओमोयरियं, दुस्सीलजणप्पिओ નો ૩ ? " રૂતિ છે ૮રૂા .
તો બીજાઓ વિષે શું કરવું તે કહે છે
બીજાઓ ઉપર પણ પ્રષિ ન કરવો, ત્િ ભવસ્થિતિ આવી છે એમ ચિંતવવું, તથા માર્ગમાં રહેલાએ વિધિથી તેમનો સદા ત્યાગ કરવો.
ટીકાર્થ–બીજાઓ ઉપર પણ પ્રષ ન કરવો–જેઓ જિનવચનથી વિરુદ્ધ આચરણ કરી રહ્યા છે અને જેઓને દુર્ગતિમાં પતનના ફળવાળા મોહનીય વગેરે અશુભ કર્મોનો ઉદય વર્તી રહ્યો છે એવા અને એથી જ લોકોત્તર (કજિનાજ્ઞા પ્રમાણે વર્તનારા) જીવોથી ભિન્ન છે તેવા જીવો પ્રત્યે દ્વેષ ન રાખવો. તેમનું દર્શન થાય ત્યારે આ વળી અહીં ક્યાં આવ્યો? આ વળી સામે ક્યાં મળ્યો? એમ મનમાં થાય, તેમની પ્રશંસારિરૂપ વાત થતી હોય ત્યારે એ સહન ન થાય, ઈત્યાદિ રીતે તેમના પ્રત્યે દ્વેષ ન રાખવો.
ભવસ્થિતિ આવી છે એમ ચિંતવવું–બિચારા આ જીવોની ભવસ્થિતિ આવી છે કે જેથી કર્મથી ભારે થયેલા હોવાથી હજી પણ કલ્યાણના ભાજન થયા નથી, તેમને જિનધર્મને આચરવાનો ભાવ થતો નથી, એમ ચિતવવું.
માર્ગમાં રહેલાએ વિધિથી સદા તેમનો ત્યાગ કરવો–સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં રહેલા સાધુએ અને શ્રાવકે તેમની સાથે આલાપ, સંતાપ, વિશ્વાસ, સ્નેહ વગેરે ન કરવા દ્વારા તેમનો ત્યાગ કરવો. વિધિથી ત્યાગ કરવો એટલે કે તે જીવો જે ગામ, નગર કે વસતિ આદિમાં રહેતા હોય તેનાથી જુદા ગામ, નગર અને વસતિ આદિમાં રહેવું. જો તેમનો આલાપ, સંલાપ આદિથી સંસર્ગ કરવામાં આવે તો કોઢ અને જવર રોગથી હણાયેલાના સંસર્ગની જેમ તે તે દોષોનો સંચાર પોતાનામાં થાય, અને એથી આ લોક અને પરલોકમાં અનર્થની જ પ્રાપ્તિ થાય. આથી જ કહ્યું છે કે જેને દુરાચારી લોક પ્રિય છે તે સિંહની ગુફામાં, વાઘની ગુફામાં, સમુદ્રમાં, (આગથી) પ્રદીપ્ત નગર વગેરેમાં, ઉપદ્રવવાળા ક્ષેત્રમાં કે દુર્મિક્ષ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. (૮૩૯)
૧. પ્રહ એટલે આસક્ત, આસક્ત એટલે સારી રીતે સંબંધને પામેલ. પ્રé (=સારી રીતે સંબંધને પામેલ) . परिणामो येषां ते प्रह्वपरिणामाः ૨. ગુરુતત્ત્વ વિનિશ્ચય ઉલ્લાસ—૩ ગા-૩૯ | બૃહત્કલ્પ ગા–પ૪૬૪