________________
૧૧૫
ઉપદેશપદ : ભાગ-૨
प्रस्तुतमेव व्रतपरिणाममधिकृत्याहएवं वयपरिणामो, धीरोदारगरुओ मुणेयव्वो । सण्णाणसदहाणाहि तस्सं जं भावओ भावो ॥५११॥
"एवं' जिनधर्मोदाहणन्यायेन व्रतपरिणामो निरूपितरूपो 'धीरोदारगुरुको'-धीरः परैः क्षोभ्यमाणस्याप्यक्षोभात् , उदारोऽत्युत्तममोक्षलक्षणफलदायकत्वात् , गुरुकश्चिन्तामणिप्रभृतिपदार्थेभ्योऽपि दूरमतिशायित्वाद् मुणितव्यः । अत्र हेतुमाह'सज्ज्ञानश्रद्धानात्' सज्ज्ञानादविपर्यस्ताद् व्रतगतहेतुस्वरूपफलपरिज्ञानात् श्रद्धानाच्चेदमित्थमेवेति प्रतीतिरूपात् । तस्य' व्रतपरिणामस्य यद्यस्माद् भावतस्तत्त्ववृत्त्या 'भावः' समुत्पादः। इदमुक्तं भवति-अव्रतपरिणामस्तत्त्वविषयादज्ञानादश्रद्धानाच्च जीवानामस्वभावभूतः प्रवर्त्तते, इति नासौ धीरोदारगुरुक इति चालयितुमपि शक्यते । व्रतपरिणामस्त्वेतद्विपरीत इति न चालयितुं शक्यः ॥५११॥
પ્રસ્તુત જ વ્રત પરિણામને આશ્રયીને કહે છે
આ પ્રમાણે જિનધર્મના ઉદાહરણના ન્યાયથી કહેલા સ્વરૂપવાળો ધીર-ઉદાર અને મહાન છે. શત્રુઓ વડે ક્ષોભ કરાયે છતે પણ ક્ષોભ નહીં પામવાથી ધીર કહેવાય છે. વ્રત પરિણામ અતિ ઉત્તમ મોક્ષ સ્વરૂપ ફળને આપનારો હોવાથી ઉદાર કહેવાય છે. ચિંતામણિ વગેરે પદાર્થોથી ઘણો ઉત્તમ હોવાથી મહાન જાણવો. અહીં હેતુને જણાવે છે. વ્રતપરિણામના બે હેતુઓ છે. (૧) સલ્તાન અને (૨) શ્રદ્ધા.
સલ્તાન એટલે વ્રતસંબંધી હેતુ-સ્વરૂપ અને ફળનું અવિપરીત જ્ઞાન. શ્રદ્ધા એટલે આ વસ્તુ આવા સ્વરૂપવાળી જ છે એવો દૃઢ નિશ્ચય. સલ્તાન અને શ્રદ્ધાના કારણે ભાવથી વ્રત પરિણામ ઉત્પન્ન થાય છે. કહેવાનો ભાવ એ છે કે તત્ત્વસંબંધી અજ્ઞાન અને અશ્રદ્ધાથી અવતપરિણામ થાય છે જે જીવોના અસ્વભાવભૂત છે. તેથી તેવો જીવ ધીરઉદાર અને મહાન નથી અને તેવો જીવ વ્રતથી સહેલાઈથી ચલાયમાન (ભ્રષ્ટ) કરી શકાય છે. વ્રત પરિણામ આનાથી વિપરીત છે એટલે વ્રતમાંથી ચલાયમાન કરી શકાતો નથી. (૫૧૧).
एतदेव भावयतिजाणइ उप्पण्णरुई, जइ ता दोसा नियत्तई सम्मं । इहरा अपवित्तीयवि, अणियत्तो चेव भावेण ॥५१२॥