________________
૩૫૦
ઉપદેશપદ : ભાગ-૨ ઉપર ચઢાવ્યો. તેનું મૃત્યુ થયું. પછી રાજપુરુષોએ પહેલા ચોરને પકડ્યો. તેણે મેં ચોરી કરી છે એમ ચોરીનો સ્વીકાર કર્યો. તેથી તપેલા અડદ આદિથી તેની શુદ્ધિ કરવામાં આવી. તે શુદ્ધિમાં પાર ઊતર્યો. પછી તેની ગુદા ભેદાય તે રીતે તેને શૂળી ઉપર ચડાવવામાં આવ્યો. પણ તે જરા પણ ભેદાયો નહિ. આથી સર્વલોકને આશ્ચર્ય થયું. તે વખતે દેવે (આકાશમાં રહીને) કહ્યું કે–આ પુરુષે ચોરી કરી હતી. પણ પાછળથી પશ્ચાત્તાપ થવાથી ચોરીથી બંધાયેલ કર્મનો ક્ષય થઈ ગયો. પછી તે ચોરે સંવેગ થવાથી વ્રતનો સ્વીકાર કર્યો. પછી તે ચોર ઋષિ તરીકે પ્રસિદ્ધ થયો. (૮૦૩-૮૦૬)
अत्रैव दृष्टान्तान्तरमाहएवं विसिट्टकालाभावम्मिवि मग्गगामिणो जह उ । पाति इच्छियपुरं, तह सिद्धिं संपयं जीवा ॥८०७॥
एवं-यथा भावविशेषाच्चौरोऽप्यचौरः संवृत्तस्तथा, "विशिष्टकालाभावेऽपि' निर्वाणलाभयोग्यसमयविरहेऽपि 'मार्गगामिनः' सत्पथप्रवृत्ता 'यथा तु' यथैव प्राप्नुवन्तीप्सितपुरं पाटलिपुत्रकादि तथा 'सिद्धिं' निर्वृतिलक्षणां 'साम्प्रतं' दुष्षमायां सन्मार्गप्रवृत्ताः सन्तो जीवा भावविशेषाद् अवाप्नुवन्ति, परं कालविलम्बेनेति ॥८०७॥
અહીં જ બીજા દગંતને કહે છે–
ગાથાર્થ–ટીકાર્ય–જેવી રીતે ભાવવિશેષથી ચોર પણ અચોર થયો તેમ, હમણાં મોક્ષ પ્રાપ્તિને યોગ્ય કાળ ન હોવા છતાં, જેવી રીતે સાચા માર્ગે ચાલનારાઓ પાટલિપુત્ર વગેરે ઈષ્ટ નગરમાં પહોંચી જાય છે તેમ, દુઃષમાકાળમાં સન્માર્ગમાં પ્રવૃત્ત થયા છતા જીવો ભાવવિશેષથી મોક્ષને પામે છે, પણ કાળના વિલંબથી. (૮૦૭)
ननु निष्ठुरक्रियासाध्यो मोक्षः, कथं साम्प्रतकालयोग्या मृद्वी क्रिया तद्धेतुः स्यादित्याशङ्कयाहमउईएवि किरियाए, कालेणारोगयं जह उविंति । तह चेव उणिव्वाणं, जीवा सिद्धंतकिरियाए ॥८०८॥
'मृद्वयादि' साधारणयापि 'क्रियया' घातचिकित्साक्रियया 'कालेन' चिरतररूपेणारोगतां नीरोगभावं यथोपयान्ति प्रतिपद्यन्ते, 'तथा चैव तु' तेनैव प्रकारेण निर्वाणमपव्वर्ग जीवाः 'सिद्धान्तक्रियया' मूलगुणोत्तरगुणप्रतिपालनरूपया साधारणरूपयापीति ૫૮૦૮
મોક્ષ કઠોર ક્રિયાથી સાધી શકાય તેવો છે, તેથી વર્તમાનકાળને યોગ્ય મૃદુકિયા મોક્ષનો હેતુ કેવી રીતે થાય? આવી આશંકા કરીને કહે છે