________________
૩૬૦
ઉપદેશપદ : ભાગ-૨ ઉત્તમકુળમાં અથવા સાકેતપુર આદિ નગરમાં ઉત્પન્ન થનારા બહુ ઓછા જીવો હશે. દુષમકાળના પ્રભાવથી ઉત્તમકુળમાં ઉત્પત્તિ નહીં થાય અને કદાચ ઉત્તમકુળમાં ઉત્પત્તિ થઈ હશે તો પણ તેઓને કામાસક્ત ભાવ કે શબલ સ્વભાવનો ભાવ પ્રાપ્ત થશે. અને તેઓ પણ યથોલિંગમાત્ર પણ પોતાના રૂપને ધારણ નહીં કરે. અથવા તેઓ ઉકરડા સમાન હલકા કુળોમાં ઉત્પન્ન થશે કે અનાર્યદેશમાં ઉત્પન્ન થશે. અને તેમાં પણ ધર્મના અર્થી મનુષ્યો વક્ર અને જડ તથા પ્રાયઃ મંદબુદ્ધિવાળા થશે. ગુરુ લાઘવના જ્ઞાનથી રહિત સ્વચ્છેદી થશે. થોડા જીવો પ્રશાંતરૂપવાળા, ગુરુજન ઉપર બહુમાનવાળા, અશઠશીલવાળા, મતિમાન, સર્જિયાવાળા, વીર્ય અનુરૂપ પ્રયત્ન કરશે. સુખશીલીયા મતિવાળા લોકથી પ્રાયઃ પરાભવ પામેલા પશ્ચાત્તાપ અને ગર્વાદિ દોષોથી સદ્ગતિને પામશે નહીં. આમાં પણ બહુ ઓછા શુદ્ધ ધર્મની આરાધના કરનારા થશે. છઠ્ઠા સ્વપ્નનું ફળ તમોને જણાવ્યું. [૮૨૭-૮૨૮]
બીજ સ્વપ્નનો ફળાદેશ જેમ ખેડૂત શુદ્ધભૂમિમાં વાવેલા બીજમાંથી સારું ફળ મેળવે છે તેમ ખેડૂત સમાન ધનવાન શુદ્ધદાન ધર્મમાંથી ઉગેલ ધર્મવૃક્ષમાંથી સુરનરના ભોગફળવાળા ફળને મેળવે છે. ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાના દોષોથી શુદ્ધ તથા ન્યાયથી ઉપાર્જન કરાયેલા ધનમાંથી આહાર ઉપધિ અને વસતિનું દાન એ ધર્મરૂપી વૃક્ષના વિશુદ્ધ બીજો છે. દુષમકાળમાં દાતારો સ્વબુદ્ધિ ઉપર ઘણા બહુમાનવાળા તથા અગીતાર્થ છે તેથી દુર્વિદગ્ધ ખેડૂતની જેમ શુદ્ધદાનના રાગવાળા નહીં થાય. આધાકર્મ આદિ દોષથી દુષ્ટ અત્યંત સુંદર પ્રચુર બીજસમાન દાનમાં પક્ષપાત રાખશે. અને તેઓ અન્નાદિને છક્કાય વિરાધનામાં પ્રસક્ત નિષ્કારણ અપવાદ સેવનારા ઉખરભૂમિ સમાન પાત્રોમાં શુદ્ધ પણ ઘી-ગોળને પકવાનાદિ રૂપથી તુચ્છબીજ કરીને આપશે અથવા તલદાન-ભૂમિદાન-ગાયદાન તથા સંયોજિત કરેલા હળ વગેરે પાપના કારણોના સમારંભમાં અને અબ્રહ્મમાં ડૂબેલાઓને દાનમાં આપશે. શુદ્ધ વિવેકવાળા વિરલ શ્રાવકો જ આગમ અનુસાર દાનધર્મમાં પ્રવર્તશે. આ સાતમા સ્વપ્નનું સ્વરૂપ જણાવ્યું. [૮૨૯-૮૩૦].
કળશ સ્વપ્નનો ફળાદેશ કળશો બે જાતના છે. (૧) કર્મમળ હરવામાં સમર્થ એવા ચારિત્રરૂપી જળને ધારણ કરનાર માંગલ્ય કળશ અને બીજા નેપથ્યભૂત (શોભાભૂત). તેમ દુષમકાળમાં સાધુઓ બે પ્રકારના થશે. તેમાંના કેટલાક સાધુઓ વિશુદ્ધ સંયમરૂપી પ્રાસાદ ઉપર રહેનારા શુભ, લોકોને આનંદ આપનારા, ઉપશમરૂપી કમળથી ઢંકાયેલા, તપલક્ષ્મીરૂપી ચંદનના લેપથી લેપાયેલા, વિવિધ ગુણોરૂપી ફૂલોથી ગુંથાયેલી માળાથી અલંકૃત માંગલ્યભૂત કળશની જેમ સત્ત્વવાળા, શુભગુરુની આજ્ઞારૂપી થાળીમાં રહેલા જ્ઞાનની કાંતિવાળા થશે.