________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૬૧ અને બીજા સાધુઓ પ્રમાદરૂપી પૃથ્વીતળમાં ખૂંપી ગયેલા, શુદ્ધવ્રતરૂપી કર્ણને (કાનને) ભાંગી નાખનારા, અયશ અને અસભ્યતાથી લેપાયેલા, પ્રકટ અતિચારરૂપી કાદવથી અંકિત થશે. તેઓ પણ કાલદોષથી ઉઘાડે મુખે બોલતા અને ક્રિયા કરતા ઉપર કહેલા બીજા રતાધિક સાધુઓને જોઈને દોષોને બોલતા, પોતાના ગુણોનો નાશ કરતા, ઝગડા કરતા, ઘણા મત્સર અને ઈર્ષાને પામેલા સંયમથી પડીને આજ્ઞારૂપી થાળીમાંથી પરિભ્રષ્ટ થયેલા અસંયમસ્થાનની ઉપર પડશે અને તુલ્ય અસંયમસ્થાનના યોગથી પ્રાયઃ દુર્ગતિમાં જશે અને સાથે અબોધિરૂપ ભંગને મેળવશે. અને જેઓ ચારિત્રગુણથી યુક્ત છે તે વિરલાઓ મરીને સુગતિમાં જશે. હે નરનાથ! આ આઠમા સ્વપ્નનો પરમાર્થ કહ્યો. પરંતુ આ વાક્યનો અર્થ એ છે કે થોડા આત્માઓનો સદ્ગતિમાં ઉત્પાદ થશે એમ જાણીને રાજાએ પોતાના ઉત્પાતનો વિચાર કરવો જોઇએ. [૮૩૧-૮૩૨]
ગાથાનો શબ્દાર્થ ભાષ્ય-અનુસાર જાણવો.
આ પ્રમાણે લોકોત્તર શાસનમાં દુષમકાળમાં ઘણા લોકને આશ્રયીને ઉદાહરણો કહ્યા. લોકમાં પણ બીજાઓ વડે કલિયુગને આશ્રયીને પોતાની શૈલીમાં પ્રકાશિત કરાયેલા ઉદાહરણો દેખાય છે. તથા લોકો કૂવાની સાથે અવાહની જેમ જીવશે તથા ફળ માટે વૃક્ષોનો છેદ કરશે. ગાય પોતાની વાછરડીને ધાવશે. સુગંધિ તેલપાક બનાવવા ઉચિત એવી કડાઇમાં દુર્ગધ માંસ વગેરે રંધાશે તથા સર્પની પૂજા અને ગરુડની અપૂજા વગેરે લૌકિક દૃષ્ટાંતો જાણવા. (૮૩૩).
તથા हत्थंगुलिदुगघट्टण, गयगद्दभसगड बालसिलधरणं । एमाई आहरणा, लोयम्मिवि कालदोसेणं ॥८३४॥
'हस्ताङ्गलिद्वयघट्टनेति' हस्तस्य प्रसिद्धरूपस्याङ्गुलिद्वयेन घट्टनं स्वरूपाच्चलनं भविष्यति । ‘गयगद्दभसगड 'त्ति गजवोढव्यं शकटं गईभवोढव्यं भविष्यति । 'बालसिलधरणं ति बालबद्धायाः शिलाया धरणं भविष्यति । एवमादीन्याहरणानि लोकेऽपि कालदोषेण कलिकालापराधेन कथ्यन्त इति ॥८३४॥
તથા
ગાથાર્થ-હાથની બે આંગળીનું સ્વરૂપથી ચલન થશે. હાથીવડે જે રથને વહન કરાતું હશે તે ગધેડાવડે વહન કરાશે. વાળથી બંધાયેલી શિલાનું ધારણ કરાશે. આવા પ્રકારના ઉદાહરણો લોકમાં પણ કાળના અપરાધથી કહેવાશે. (૮૩૪).