________________
૩૬૨
ઉપદેશપદ : ભાગ-૨ अर्थतेषामेव दार्टान्तिकानर्थान् दर्शयन्नाहरण्णो दियाइगहणं, पुत्तपिउव्वेग कन्निविक्किणणं । इड्डीपरजणचाओ, णिहयदाणं ण इयरेसिं ॥८३५॥
राज्ञः कूपस्थानीयस्य द्विजादिग्रहणं ब्राह्मणक्षत्रियविट्शूद्रेभ्यः स्वयमेव भर्तव्येभ्य अवाहस्थानीयेभ्यः सकाशाजलतुल्यस्यार्थस्य ग्रहणमुपादानमिति प्रथमज्ञातार्थः। द्वितीयस्य तु 'पुत्रपित्रद्वेग' इति पुत्रेण फलभूतेन तरुभूतस्य पितुर्गौरवाहस्याप्युद्वेगो धनपत्रलेखनादिना जनयिष्यत इति । तृतीयस्य तु 'कन्याविक्रयण मिति गोस्थानीयाभ्यां मातापितृभ्यां वच्छिकातुल्यायाः कन्याया विक्रयणं विनियमनं करिष्यते, तैस्तैरुपायैस्तदुपजीवनमित्यर्थः । चतुर्थस्य तु 'ऋद्धिपरजनत्याग' इति ऋद्धेर्लक्ष्या उपार्जितायाः परेषु जनेष्विहलोकपरलोकावपेक्ष्यानुपकारिषु त्यागो वितरणं भविष्यतीति । पञ्चमस्य तु 'निईयदानं' निर्दयेभ्यो हिंसादिपापस्थानात् कुतोऽप्यनिवृत्तेभ्यो दानं पात्रबुद्ध्या स्वविभववितरणं, न नैवेतरेभ्यः सदयेभ्यो ब्रह्मचारिभ्यः साधुसाधुभ्य इति ॥८३५॥
હવે આ દૃષ્ટાંતોના અર્થોને કહે છે
ગાથાર્થ-કૂવાના સ્થાને રાજા છે અને અવાહના (અવાળાના) સ્થાને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રો છે. કૂવામાંથી પાણી અવેળામાં આવીને ખેતરમાં જાય એ ક્રમ છે. પણ અવેળામાંથી પાણી કૂવામાં જાય તે ઉત્ક્રમ છે. પાણીને સ્થાને ધન છે. રાજાએ પ્રજાનું ભરણ પોષણ કરવું તે ક્રમ છે અને પ્રજાએ રાજાનું ઘર ભરવું તે ઉત્ક્રમ છે. એ પ્રથમ ઉદાહરણનો અર્થ છે.
ફળના સ્થાને પુત્ર છે અને વૃક્ષના સ્થાને પિતા છે. વૃક્ષ ફળ આપતું હોવાથી ગૌરવનું સ્થાન બનવું તે ક્રમ છે. પરંતુ અહીં ફળ ગૌરવનું સ્થાન બનશે ફળના કારણે પિતાનો પણ ઘાત કરવામાં આવશે. પુત્રો પણ ધન પત્રલેખન (દસ્તાવેજ) વગેરે કારણે પિતાને ઉદ્દેગ કરાવશે.
ગાયના સ્થાને માતા-પિતા છે અને વાછરડીના સ્થાને કન્યા છે. આથી માતા-પિતા કન્યાને વહેંચી ધન ઉપાર્જન કરીને ધન મેળવશે. તે તે ઉપાયોથી પાંચમા આરામાં જીવો આજીવિકા ઉપાર્જન કરશે.
દ્ધિ ઉપાર્જન કર્યા પછી આ લોક અને પરલોકમાં હિતની અપેક્ષા વિનાના જીવોને વિષે ધનનો વ્યય કરશે.