________________
૩૫૮
ઉપદેશપદ : ભાગ-૨
બીજાની ખિંસા કરશે. સંયમની પ્રવૃત્તિથી વિમુખ થયેલાઓને સમજાવવામાં આવશે ત્યારે તેઓ કહેશે કે અહીં કોઈ દોષ નથી અને તમે અમારી વાત સાંભળો. અમે નીતિ માટે કલહ કરીએ છીએ. તીર્થની ઉન્નતિ માટે દ્રવ્યસ્તવ આચરીએ છીએ. આધાકર્મી આહાર વિના ગુરુજનનું ગૌરવ થતું નથી. અક્ષરજ્ઞાન આપવામાં ન આવે તો શ્રાવકોને કૃષિ આરંભ વગેરે થઈ શકતો નથી. તે વૈદ્યક અને વૈદ્યો આદિથી શ્રાવકજનની રક્ષા કરાયેલી થાય છે. આ પ્રમાણે નિર્ગુણ ગુરુઓ પ્રાયઃ સ્વચ્છંદી બનશે. શુદ્ધ ચરિત્રવાળા સાધુઓ વિરલ થશે એમ બીજા સ્વપ્નનો અર્થ છે. [૮૧૯-૮૨૦].
ક્ષીરવૃક્ષ સ્વપ્નનો ફળાદેશ. દુષમા કાળની પૂર્વે સુશ્રાવકો ક્ષીરવૃક્ષ સમાન હતા. પ્રવચનની ઉન્નતિમાં રાગી હતા. ગુરુ પ્રત્યે વાત્સલ્યવાળા હતા. વચનકુશળ(આજ્ઞાકારી) હતા, ઉદારચિત્તવાળા હતા મહાસત્ત્વશાળી હતા. તેઓની નિશ્રામાં પ્રશાંતમૂર્તિ મુનિસિંહો વસતા હતા અને ઉપસર્ગ પરીષહને સહન કરતા સ્વાધ્યાય ધ્યાનમાં શૂરવીર થતા અને લોકમાં પ્રશંસા પામતા કે અહો! આ સાધુઓ જ પવિત્રજન્મવાળા છે. તેઓનું વસ્ત્ર, પાત્ર, પાન, અશનાદિનું ગ્રહણ કરવું દોષ વિનાનું હતું. શુદ્ધ અનુષ્ઠાનની આરાધનાથી પૂર્વે મોક્ષફળને સાધનારા હતા. આવા સાધુઓ દુષમકાળના પ્રભાવથી પ્રાયઃ પ્રમાદી થશે. ઝગડાઓ કરશે, ચરણ-કરણમાં ઉદ્યમ નહીં કરે. પછી બીજા પણ સારા મુનિઓ લોકમાં અનાદરને પાત્ર થશે. અને દુર્વિદગ્ધ બનેલા શ્રાવકો પણ કુગ્રહાદિથી નચાવાયેલા પ્રાયઃ દર્શનબાહ્ય (સમ્યકત્વ વિનાના) સાધુઓના પ્રત્યેનીકો થશે. પછી પોતાની અને પરની દાનધર્મબુદ્ધિને હણતા શ્રાવકો સાધુઓને ઉચિત એવા ઉપગ્રહ દાનમાં પ્રવર્તશે નહીં. જ્ઞાનલવમાં દુર્વિદગ્ધ થયેલા શ્રાવકો ઉત્તર અને પ્રત્યુત્તર સ્વરૂપ દુર્વિનય રૂપી કંટકોથી પરોક્ષ કે પ્રત્યક્ષપણે ગુરુવર્ગને પડશે. આ પ્રમાણે દુષમકાળમાં શ્રાવકો પણ બોરડીના કાંટા સમાન પીડા કરશે. સાધુઓ પ્રતિકૂળ પણ એવા તે શ્રાવકોને અનુકૂળ થઈને રહેશે. ગુણરહિત અલ્પ સત્ત્વવાળા, પ્રકટ દોષવાળા દીનતાને પામેલા સાધુઓ તેઓના સાચા કે ખોટા વ્યવહારને બહુ માનશે. આ પ્રમાણે ધર્મના ગચ્છો પણ કૂતરાની સમાન ઘણા કર્મરજવાળા થશે. પૂર્વોક્ત ગુણવાળા થોડા થશે એમ ત્રીજા સ્વપ્નનો અર્થ સાધુ-શ્રાવક ઉભયમાં જાણવો. [૮૨૧-૮૨૨].
કાગડા સ્વપ્નનો ફળાદેશ હે રાજન! જેવી રીતે અલ્પપાણીવાળી, સ્વભાવથી સાંકડી, છીછરી એવી વાવડીમાં પ્રવેશવું મુશ્કેલ છે તેમ અલ્પજ્ઞાનવાળા, પ્રકૃતિથી સંકુચિત અગંભીર (ઉછાંછળા) એવા ગુરુઓ.