________________
૩૫૭
ઉપદેશપદ : ભાગ-૨
कलसा य दहा एगे, पासाओवरि सुहा अलंकरिया । अण्णे पुण भूमीए, वाडाओ गालिसयकलिया ॥८३१॥ कालेण दलणपागं, समभंगुष्पाय दद्रुमप्पाणं । सुमिणसरूवं राया, अबंभसाहू य एसत्थो ॥८३२॥ कूवावाहाजीवण, तरुफलवह गाविवच्छिधावणया । लोहिविवज्जयकलमल, सप्पगरुडपूजपूजाओ ॥८३३॥ આ દરેક સ્વપ્નને બે બે ગાથાઓથી વર્ણવ્યા છે એમ સોળ ગાથાથી કહે છે
હાથી સ્વપ્નનો ફળાદેશ મહાવીર પરમાત્મા ફરમાવી રહ્યા છે કે હે રાજન! પાંચમા આરામાં ગૃહવાસ ઘણાં ઉપદ્રવવાળો થશે, મિત્ર અને સ્વજનોના વિચિત્ર પ્રકારના સંયોગો ચાલતા મહેલ સમાન અસ્થિર થશે. શ્રદ્ધા ગુણથી સમૃદ્ધ, બીજા વડે પરાભવ ન પમાડી શકાય તેવા હાથી જેવા શ્રાવકો પણ વિવેકગુણથી યુક્ત હોવા છતાં પણ ગૃહવાસમાં લુબ્ધ અને આસક્ત થયેલા ગૃહસ્થવાસના દુઃખોને ભોગવશે. વિષયોનો વિપાક કટુ છે તથા જીવન-યૌવન અને ધનના સંયોગો અનિત્ય છે એમ જાણવા છતાં મોહથી ગૃહસ્થો દીક્ષા લેવા સમર્થ થશે નહીં. વિભવ ક્ષીણ થયે છતે પણ દુરાશાથી મોહિત થયેલા અત્યંત વૈરાગ્યથી ઉગેલા દુષ્કર કર્મોને કરશે. અને બીજાઓ દીક્ષા લઈને પણ ઘર, સ્વજન અને ધનમાં આસક્ત થયેલા નિત્યવાસી થશે અને ગૃહસ્થોની પ્રવૃત્તિઓ જોઇને આસક્તિથી મંત્ર-ઔષધિ-મૂળકર્મ વગેરે સાવદ્ય કાર્યોમાં સાધુધર્મથી ભ્રષ્ટ થયેલા આસક્ત થશે. દુષમા કાળમાં પણ આસક્તિ વગરના, ઉપશાંત કષાયવાળા કોઈક વિરલા સાધુઓ થશે અને શુદ્ધ ચારિત્રનું પાલન કરશે. આ પ્રથમ સ્વપ્નનો અર્થ છે. [૮૧૭-૮૧૮].
- વાનર સ્વપ્નનો ફળાદેશ વૃષભ જેવા સમર્થ આચાર્ય હંમેશા ગુણરૂપી વૃક્ષો ઉપર વિહરવા છતાં, ચલચિત્ત, અસ્થિર એવા યતિરૂપી વાનરોની સમાન ચંચળ સ્વભાવવાળા થશે. આધાકર્મી આહારનો ઉપભોગ કરશે, ઘર-સ્વજન અને શ્રાવકોમાં આસક્ત થશે. ઉપધિમાં ગાઢ મૂર્છાવાળા થશે. પરસ્પર અનેકવાર કલહ કરશે. તેની સર્વ પણ ચેષ્ટા સંયમ વિરુદ્ધ થશે અથવા તેની સર્વપણ ક્રિયા દ્રવ્યસ્તવ થશે. તથા પોતાને અને પરને કર્મનો લેપ કરાવશે. દ્રવ્યસ્તવમાં પ્રવર્તતા પક્ષના આગ્રહથી કે વિસંવાદથી તેઓ પરતીર્થિકોના હાસ્યસ્થાનને પામશે. તથા