________________
૩૪૮
ઉપદેશપદ : ભાગ-૨ इत्थं कारणप्रतिसेवायामपि शुद्धो भावो मोक्षहेतुरित्युपदर्य साम्प्रतमकृत्येऽप्यर्थे विहिते भावशुद्धिः पापक्षयायेति लोकप्रसिद्धेन दृष्टान्तेन दर्शयति
अकिरियाएवि सुद्धो, भावो पावक्खयत्थमो भणिओ । अण्णेहिवि ओहेणं, तेणगणाएण लोंगम्मि ॥८०२॥ 'अक्रियायामपि' लोकलोकोत्तरविरुद्धार्थसेवायामपि शुद्धो 'निर्व्याजः' पश्चात्तापानुगतो 'भावः' परिणामः 'पापक्षयार्थ' पापापगमहेतु भणितो' निरूपितः स्वशास्त्रेष्वन्यैरपि तीर्थान्तरीयैरोघेन सामान्येन । तथा चैते पठन्ति "मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१॥ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयाति परमं પહમ રાકૃતિ “નજ્ઞાન' ચરોતરન નો રૂતિ ૮૦૨ા
આ પ્રમાણે કારણે દોષનું સેવન કરવા છતાં શુદ્ધભાવ મોક્ષનો હેતુ છે એમ બતાવીને હવે ન કરવા યોગ્ય કાર્ય કરવા છતાં ભાવશુદ્ધિ પાપક્ષય માટે થાય એમ લોકપ્રસિદ્ધ દાંત બતાવે છે
ગાથાર્થ-લોકમાં અન્યતીર્થિકોએ પણ લૌકિક કે લોકોત્તર દોષનું સેવન કરવા છતાં શુદ્ધભાવને ચોરના દૃષ્ટાંતથી સામાન્યથી પાપક્ષ માટે કહ્યો છે.
ટીકાર્ય–શુદ્ધભાવને–દંભરહિત પશ્ચાત્તાપના પરિણામને.
(અહીં તાત્પર્યાર્થ એ છે કે–કારણ વિના પણ ન કરવા જેવું કાર્ય કરી નાખ્યું હોય, તો પણ જો પાછળથી અકાર્ય કરવા બદલ હાર્દિક પશ્ચાત્તાપ થાય તો એ અકાર્ય કરવાથી બંધાયેલાં અશુભકર્મોનો નાશ થાય છે.)
અન્યતીર્થિકો સ્વશાસ્ત્રોમાં કહે છે કે–“ઝાંઝવાના જલને પરમાર્થથી ઝાંઝવાના જલ તરીકે જોતો પુરુષ ઝાંઝવાના જલથી ઉદ્વેગ પામતો નથી, અને ઝાંઝવાના જલના મધ્યમાંથી વ્યાઘાત વિના જલદી પસાર થઈ જાય છે. તેવી જ રીતે ભોગોને સ્વરૂપથી ઝાંઝવાના જળસમાન જોતો પુરુષ કર્મોથી ખેંચાઈને આવેલાં ભોગસુખોને ભોગવતો હોવા છતાં તેમાં અનાસક્ત રહ્યો છતો મોક્ષમાં જ જાય છે.” (યો.દ.સ. ૧૬૫-૧૬૬) (૮૦૨)
स्तेनकज्ञातमेव भावयतितेणदुगे भोगम्मी, तुल्ले संवेगओ अतेणत्तं । एगस्स गहियसुद्धी, सूलहि भेयम्मि सादेव्वं ॥८०३॥