________________
उपशप : भाग-२
मारेंति दुस्समाएवि, विसायओ जह तहेव साहूणं । णिक्कारणपडिसेवा, सव्वत्थ विणासई चरणं ॥ ८०० ॥
३४७
'मारयन्ति' प्राणांस्त्याजयन्ति दुष्षमायामपि, न केवलं सुषमायामित्यपिशब्दार्थः, विषादयस्तालपुटशस्त्रवह्न्यादयो 'यथा' येन प्रकारेण मूर्च्छासम्पादनादिना, तथैव 'साधूनां' निर्द्धर्माणां व्रतिनां निष्कारणप्रतिसेवाऽपुष्टालम्बनेन 'सर्वत्र' सर्वास्ववस्थासु 'विनाशयति' विध्वंसयति 'चरणं' चारित्रमिति ॥ ८०० ॥
હવે કર્મોથી ભારી બનેલા જીવો દુઃષમા કાલ વગેરે આલંબનોને પકડીને સહન કરી શકે તેવા હોવા છતાં તેવા પ્રકારના લોકના આચરણને પ્રમાણ કરીને શાસ્ત્રનિષિદ્ધનું સેવન કરે છે તેમને થતા અનર્થને કહે છે—
ગાથાર્થ—ટીકાર્થ—જેમ તાલપુટ ઝેર, શસ્ત્ર, અગ્નિ વગેરે પદાર્થો મૂર્છાને પમાડવા આદિ દ્વારા દુઃષમા કાળમાં પણ મારે છે તે જ પ્રમાણે ધર્મરહિત વ્રતીઓનું પુષ્ટ આલંબન વિના દોષોનું સેવન સર્વ અવસ્થાઓમાં ચારિત્રનો વિનાશ કરે છે. (૮૦૦)
अथैतद्व्यतिरेकमाह—
कारणपडिसेवा पुण, भावेण असेवणत्ति दट्ठवा ।
आणाए तीए भावो, सो सुद्धो मोक्खहेउत्ति ॥ ८०१ ॥
'कारणप्रतिसेवा' ग्लानाद्यालम्बनेन विरुद्धार्थासेवनरूपा 'पुनर्भावेन' परमार्थतोऽसेवना विरुद्धार्थानासेवनरूपा इत्येवं द्रष्टव्या । कुतो ? यत' आज्ञायां तस्यां' कारणप्रतिसेवायां भावो मन:परिणामो वर्त्तते भगवताऽस्यामवस्थायामिदं कर्त्तव्यतयोपदिष्टमित्यध्यवसायात् । यदि नामैवं ततः किमित्याह - स भाव आज्ञानुगतः शुद्धः सन्मोक्षहेतुरिति ॥८०१ ॥
હવે આનાથી ઊલટું કહે છે
ગાથાર્થ—ટીકાર્થ—બિમારી વગેરે આલંબનથી થતું દોષોનું સેવન પરમાર્થથી અસેવન જ જાણવું. કારણ કે-‘આ અવસ્થામાં ભગવાને આ ક૨વાનું કહ્યું છે' એવા અધ્યવસાયના કારણે ભાવ(=માનસિક પરિણામ)' તો આજ્ઞામાં જ હોય છે. આજ્ઞામાં રહેલ ભાવ શુદ્ધ છે અને મોક્ષનું કારણ છે. (૮૦૧)
૧. વિષ વગેરે માત્ર સુષમાકાળમાં જ મારે છે એવું નથી, કિંતુ દુઃષમાકાળમાં પણ મારે છે એવો ‘પણ’ શબ્દનો अर्थ छे.