________________
૩૩૯
ઉપદેશપદ : ભાગ-૨
નયનિપુણ=નૈગમ વગેરે નયોની વિચારણાથી સારભૂત બને તે રીતે. (૭૮૧) अथ सर्वनयाभिमतमुत्सर्गापवादयोरेकमेव तत्त्वतः स्वरूपमङ्गीकृत्याहदोसा जेण निरुब्भंति जेण खिजति पुव्वकम्माइं । सो खलु मोक्खोवाओ, रोगावत्थासु समणंव ॥७८२॥
'दोषा' मिथ्यात्वादयो येनानुष्ठानेनोत्सर्गरूपेणापवादरूपेण वा सेव्यमानेन "निरुध्यन्ते' सन्तोऽप्यप्रवृत्तिमन्तो जायन्ते, तथा येन क्षीयन्ते समुच्छिद्यन्ते 'पूर्वकर्माणि' प्राग्भवोपात्तानि ज्ञानावरणादीनि, ‘स खलु' स एव 'मोक्षोपायो' मोक्षमार्गः । दृष्टान्तमाह-'रोगावस्थासु' व्याधिविशेषरूपासु शमनवच्छमनीयौषधमिव । यथा हि "उत्पद्यते हि सावस्था, देशकालामयान् प्रति । यस्मादकृत्यं कृत्यं स्यात्, कर्म कार्य च वर्जयेत् ॥१॥" इति वचनमनुसरन्तो गुरुलाघवालोचनेन निपुणवैद्यकशास्त्रविदो वैद्यास्तथा तथा चिकित्सा प्रवर्तयन्तो रोगोपशमनं जनयन्ति, तथा गीतार्थास्तासु तासु द्रव्याद्यापत्सु चित्रान् अपवादान् सूत्रानुसारेण समासेवमाना नवदोषनिरोधपूर्वकृतकर्मनिर्जरणलक्षणफलभाजो जायन्त इति ॥७८२॥
હવે સઘળા નયોને માન્ય હોય તેવા ઉત્સર્ગ-અપવાદના એક જ તાત્વિક સ્વરૂપને સ્વીકારીને કહે છે
ગાથાર્થ–જેનાથી દોષોનો નિરોધ થાય અને પૂર્વકર્મોનો ક્ષય થાય તે મોક્ષનો ઉપાય છે. જેમકે રોગાવસ્થામાં શામક ઔષધ.
ટીકાર્ય–જેનાથી દોષોનો નિરોધ થાય–ઉત્સર્ગ રૂપ કે અપવાદ રૂપ જે અનુષ્ઠાનના આસેવનથી મિથ્યાત્વ વગેરે દોષો હોવા છતાં નિષ્કિય બની જાય. ( આત્મા ઉપર કોઈ અસર ન થાય તેવા બની જાય.)
પૂર્વકર્મોનો ક્ષય થાય-પૂર્વભવોમાં ઉપાર્જિત કરેલા જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો સમુચ્છેદ થાય.
મોક્ષનો ઉપાય-મોક્ષનો માર્ગ.
રોગાવસ્થામાં શામક ઔષધ–જેમકે–“દેશ-કાળ-રોગને આશ્રયીને તે અવસ્થા ઉત્પન્ન થાય છે કે જેમાં અકાર્ય પણ કાર્ય બને અને કરવા યોગ્ય પણ કાર્યને ન કરે.” આવા વચનનું અનુસરણ કરતા અને સૂક્ષ્મ વૈદ્યશાસ્ત્રોને જાણનારા વૈદ્યો ગુરુ