________________
ઉપદેશપદ : ભાગ-૨
त्वन्तःकरणपरिणामेनैव न तु बाह्याद्यनुष्ठानेन भावपरिणतिशून्येन तस्यात्यन्त-फल्गुत्वात् । यथोक्तं “तात्त्विकः पक्षपातस्तु, भावशून्या च या क्रिया । तयोरन्तरमुन्नेयं, भानुखद्योतयोरिव ॥ १ ॥ खद्योतकस्य यत्तेजः, तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरेवमत्रापि भाव्यताम् ॥ २ ॥ " किमित्याह - यथैषाऽऽज्ञा निष्पद्यते तथा यतितव्यं પ્રયત્નેનેતિ ૭૮૦ |
૩૩૮
તથા—
ગાથાર્થ–મનુષ્યજન્મ અને જિનશાસન દુર્લભ છે. આથી ભાવપરિણતિથી ઉદ્યમપૂર્વક તે રીતે પ્રયત્ન કરવો જોઇએ કે જે રીતે આજ્ઞા સિદ્ધ થાય.
ટીકાર્થ—પૂર્વે (પથી૧૫ સુધીની ગાથાઓમાં) કહેલા જ ભોજન વગેરે દૃષ્ટાંતોથી મનુષ્યજન્મ અને જિનશાસન દુર્લભ છે.
ભાવ પરિણતિથી=અંતઃકરણના પરિણામથી, ભાવપરિણતિથી રહિત બાહ્ય વગેરે અનુષ્ઠાનથી નહિ. કારણ કે ભાવપરિણતિથી રહિત બાહ્ય અનુષ્ઠાન અત્યંત નકામું છે. (યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં) કહ્યું છે કે “પારમાર્થિક પક્ષપાત અને ભાવરહિત ક્રિયા એ બંનેમાં સૂર્ય અને ખજૂઆ જેવું મોટું અંતર જાણવું. (૨૨૩) ખજુઆનું જે તેજ છે તે અલ્પ અને વિનાશી છે, સૂર્યનું તેજ આનાથી વિપરીત છે, ઘણું અને અવિનાશી છે. એ પ્રમાણે અહીં પણ વિચારવું.” (૨૨૪) (૭૮૦)
आज्ञानिष्पत्त्यर्थं च यत् कर्त्तव्यं तद्विशेषेणाह — उस्सग्गववायाणं, जहट्ठियसरूवजाणणे जत्तो कायव्वो बुद्धिमया, सुत्ताणुसारेण णयणिउ
।
॥७८१ ॥
सामान्योक्तो विधिरुत्सग्र्गे, विशेषोक्तस्त्वपवादः । तत उत्सर्गापवादयोर्यथास्थितस्वरूपज्ञाने यत्नः कर्त्तव्यो 'बुद्धिमता' पुरुषेण 'सूत्रानुसारेण' निशीथाध्ययनादितत्प्रतिपादकागमानुरोधेन 'नयनिपुणं' नैगमादिनयविचारसारमिति ॥ ७८१ ॥
આશાની સિદ્ધિ માટે જે કરવું જોઇએ તે વિશેષથી કહે છે—
ગાથાર્થ-બુદ્ધિશાળી પુરુષે ઉત્સર્ગ-અપવાદના યથાવસ્થિત સ્વરૂપને જાણવામાં સૂત્રાનુસાર નયનિપુણ પ્રયત્ન કરવો જોઇએ.
ટીકાર્થ—સામાન્યથી કહેલો વિધિ ઉત્સર્ગ છે. વિશેષથી કહેલો વિધિ અપવાદ છે. સૂત્રાનુસાર–ઉત્સર્ગ-અપવાદના પ્રતિપાદક નિશીથ અધ્યયન આદિ આગમના અનુસાર..