________________
૩૪૨
ઉપદેશપદ : ભાગ-૨ શુદ્ધભાવ=રાગ-દ્વેષાદિથી કલુષિત ન બનેલો માનસિક પરિણામ. સાનુબંધ-ભવાંતરમાં સાથે જનાર. સર્વ અવસ્થાઓમાં–ઉત્સર્ગ કાળે અને અપવાદ કાળે.
શુદ્ધભાવ અને આજ્ઞાયોગ એ બંને સાનુબંધ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. (શુદ્ધભાવ સાનુબંધ થવો જોઈએ એથી ગાથામાં પહેલા શુદ્ધભાવ સાનુબંધ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. આજ્ઞાયોગ વિના શુદ્ધ ભાવ સાનુબંધ ન બને. માટે પછી તુમેય એમ કહીને આજ્ઞાયોગ અને શુદ્ધભાવ એ બંને સાનુબંધ બને તેવો પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું.) (૭૮૫)
कुतो यतःजं आणाए बहुगं, जह तं सिज्झइ तहेत्थ कायव्वं । ण उ जं तव्विवरीयं, लोगमयं एस परमत्थो ॥७८६॥ 'यद्' यस्माद् आज्ञयोत्सर्गरूपमपवादरूपं वा 'बहुकं' बहुरूपमनुष्ठानं निर्वाणफलमित्यर्थः, जायते । तस्माद् यथा तत् सिध्यति तथैव बुद्धिमता कर्त्तव्यम्। व्यवच्छेद्यमाह-'न तु' न पुनर्यत् तद्विपरीतमाज्ञाविपरीतं लोकमतमपि गतानुगतिकबहुलोकानुवर्तितमपि लौकिकं तीर्थस्नानदानरूपं, लोकोत्तरमपि प्रमत्तजनाचरितं चित्ररूपमिति । एष परमार्थः' सर्वज्ञशासनरहस्यमित्यर्थ इति ॥७८६॥
શુદ્ધભાવ અને આજ્ઞાયોગ એ બંને સાનુબંધ થાય તેવો પ્રયત્ન કરવાનું કારણ એ છે કે
ગાથાર્થ–ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ અનુષ્ઠાન આજ્ઞાથી મોક્ષફળવાળું થાય છે. તેથી અહીં બુદ્ધિમાન પુરુષે અનુષ્ઠાન જે રીતે આજ્ઞાથી મોક્ષફળવાળું સિદ્ધ થાય તે રીતે કરવું જોઇએ. પણ તેનાથી વિપરીત લોકમત અનુષ્ઠાન ન કરવું જોઇએ. આ સર્વજ્ઞ શાસનનું રહસ્ય છે.
ટીકાર્ય–જે અનુષ્ઠાન આજ્ઞાથી વિપરીત હોય તે અનુષ્ઠાન લોકને સંમત હોય તો પણ અને ગાડરિયા પ્રવાહને અનુસરનારા ઘણા લોકોથી અનુસરાયેલું હોય તો પણ ના કરવું જોઈએ. જેમકે તીર્થમાં સ્નાન અને દાન કરવું. લોકોત્તર પણ વિવિધ પ્રકારનું જે અનુષ્ઠાન પ્રમાદી લોકે આચર્યું હોય તે ન કરવું જોઇએ. (૭૮૬).
अथ प्रसङ्गमुपसंहरन् प्रस्तुतमाहकयमेत्थ पसंगेणं, स भावओ पालिऊण तह धम्मं । पायं संपुण्णं चिय, ण दव्वओ कालदोसाओ ॥७८७॥