________________
૩૪૪
जह एसा वट्टंती, कूले पाडेइ कलुसए अप्पं । इय पुरिसोवि हु पायं, तदण्णपीडाए दट्ठव्वो ॥७९१ ॥
जह चेवोवट्टंती, सुज्झइ एसा तहेव पुरिसोवि । આમરિન્ના, સનવિત્તીય્ વિન્ગેઓ ૭૨૨॥
મુળમં ચૈતત્ ।૭૬૦-૭૬-૭૧૨૫
હવે રાજા જે જોઇને અને જે વિચારીને દીક્ષિત બન્યો તે વિગતને ‘નફ' ઇત્યાદિ ત્રણ ગાથાઓથી કહે છે—
ઉપદેશપદ : ભાગ-૨
ગાથાર્થ—ટીકાર્થ—(રાજમહેલના ઝરુખામાં બેઠેલા) તે રાજાએ પૂરબહારમાં વહેતી નદીને જોઇ. પૂરબહારમાં વહેતી નદી કિનારાઓને પાડી રહી હતી અને પાણીને મલિન કરી રહી હતી. થોડા સમય પછી ધીમી ગતિએ વહેતી નદી કિનારાઓને પાડતી ન હતી
અને પાણીને મિલન કરતી ન હતી. આ જોઇને પ્રતિબોધ પામેલા રાજાએ વિચાર્યું કે જેવી રીતે પૂરબહારમાં વહેતી આ નદી કિનારાઓને પાડે છે અને પોતાને મલિન કરે છે તે રીતે (આરંભમાં પ્રવૃત્ત થયેલો) પુરુષ પણ પ્રાયઃ પોતાનાથી અન્યને પીડા કરીને પોતે મલિન બને છે. તથા જે રીતે ધીમી ગતિએ વહેતી નદી શુદ્ધ થાય છે તે રીતે પુરુષ પણ આરંભનો ત્યાગ કરીને શુભપ્રવૃત્તિથી શુદ્ધ થાય છે. (૭૯૦-૭૯૧-૭૯૨)
एवं पव्वइऊणं, सामण्णं पालिऊण परिसुद्धं ।
सिद्धो सुदेवमाणुसगईहिं थेवेण कालेणं ॥ ७९३॥
ગાથાર્થ—ટીકાર્થ—આ પ્રમાણે દીક્ષા લઇને વિશુદ્ધ ચારિત્રને પાળીને સુદેવગતિઓમાં અને સુમનુષ્યગતિઓમાં ઉત્પન્ન થઇને થોડા કાળમાં મુક્તિને પામ્યો. (૭૯૩)
अथ ता एव सुदेवमानुषगतीः बंभेत्यादिगाथात्रयेणाह -
बंभसुर महुरराया, सुक्कसुराओमुहीए राओत्ति । आणयदेव सिवणिवो, आरण मिहिलाय देवणिवो ॥७९४ ॥
गेवेज्ज तियस गज्जणसामी गेवेज्ज पुंढसुरराया । गेवेज्ज बंगसुरराय, विजयदेवंगराया य ॥७९५ ।। सव्वट्ठामर उज्झाणरिंद पव्वज्ज सिज्झणा चेव । एयस्स पायसो तह, पावाकरणम्मि नियमोत्ति ॥७९६ ॥