________________
૩૩૬
ઉપદેશપદ : ભાગ-૨ __ 'यतनाविपर्ययाद्' उक्तलक्षणा यतना; 'विपर्ययो' व्यत्ययः स्वरूपहानिरित्यर्थः, नियमतस्त्वेकान्तभावादेव त्रयाणामपि सम्यक्त्वादीनाम् । कुत इत्याह-'तीर्थकराज्ञायाः' 'जयणा उ धम्मजणीणी' इत्यादिकाया अश्रद्धानतोऽरोचनात् । 'तथा' तत्प्रकाराद, न हि रोचमानां यतनामुल्लङ्थ्य कश्चिदन्यथा व्यवहाँ प्रवर्त्तते, प्रवर्त्तते चेत् तर्हि तस्य तत्र यतनायां न श्रद्धानमस्तीति प्रकटमेतदिति । न हि लोकेऽप्युल्लच्यमानोऽर्थो गौरवपदमापद्यत इति ॥७७७॥
અહીં જ વ્યતિરેકને (યતના ન કરવાથી થતા દોષને) કહે છે
ગાથાર્થ–યતનાના વિપર્યયથી તીર્થકરોની આજ્ઞા પ્રત્યે તેવા પ્રકારની અરુચિ થવાથી નિયમો સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો વિપર્યય થાય છે. આ હકીકત પ્રગટ છે.
ટીકાર્થ–ચતનાના વિપર્યયથીયતનાનું ઉલ્લંઘન કરવાથી. મ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો વિપર્યય-સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રના સ્વરૂપમાં હાનિ.
યતનાનું પાલન ન કરવાથી “યતના ધર્મજનની છે” ઇત્યાદિ તીર્થકરોની આજ્ઞા પ્રત્યે અરુચિ વ્યક્ત થાય છે. જો યતના પ્રત્યે રુચિ હોય તો કોઈપણ જીવ યાતનાનું ઉલ્લંઘન કરીને અન્યથા વ્યવહાર કરવા માટે પ્રવૃત્તિ ન કરે. હવે જો કોઈ યતનાનું ઉલ્લંઘન કરીને અન્યથા વ્યવહાર કરવા માટે પ્રવર્તે છે તો તેને યતના પ્રત્યે શ્રદ્ધા-રુચિ નથી એ પ્રગટ છે. લોકમાં પણ ઉલ્લંઘન કરાતી વસ્તુ ગૌરવના સ્થાનને પામતી નથી, અર્થાત્ જે વ્યક્તિ જેનું ઉલ્લંઘન કરે છે તે વ્યક્તિના હૃદયમાં તેના પ્રત્યે આદરભાવ ન હોય એમ લોકમાં દેખાય છે. (૭૭૭).
તથાजं दव्वखेत्तकालाइसंगयं भगवया अणुढाणं ।
भणियं भावविसुद्धं, निष्फज्जइ जह फलं तह उ ॥७७८॥ _ 'यद्' यस्माद् 'द्रव्यक्षेत्रकालादिसंगतं' तत्तद्र्व्यक्षेत्रकालभावानुकूलं 'भगवता'अर्हताऽनुष्ठानमन्नपानगवेषणादिरूपं भणितं भावविशुद्धिमौदयिकभावपरिहारेण क्षायोपशमिकभावानुगतम्, अत एव निष्पद्यते यथा फलं ज्ञानाद्याराधनारूपं, 'तथा' तथैतदनुष्ठानं भणितं, सम्यगुपायत्वात् ॥७७८॥
તથા
ગાથાર્થ–ભગવાને ભાવવિશુદ્ધ અનુષ્ઠાન તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ હોય તે પ્રમાણે કરવાનું કહ્યું છે, આથી જ ફળની સિદ્ધિ થાય તે પ્રમાણે કરવાનું કહ્યું છે.