________________
૩૩૪ .
ઉપદેશપદ : ભાગ-૨ અહીં જ બીજું દૃષ્ટાંત કહે છે–
ગાથાર્થ-ટીકાર્થ-જેવી રીતે જ્યોતિગ્ગારમાં વિશારદ જ્યોતિષી વરાહમિહિરસંહિતા વગેરે શાસ્ત્રથી સુભિક્ષ વગેરે કાળને સમ્યક (=અવિપરીતપણે) જાણે છે, સુશ્રુત વગેરે ચિકિત્સાશાસ્ત્રોનું સમ્યમ્ અધ્યયન કરનાર વૈદ્ય સુશ્રત વગેરે શાસ્ત્રથી જલોદર વગેરે મહાવ્યાધિના વિનાશને સમ્યગુ જાણે છે, તે રીતે આ ગીતાર્થ અન્ન-પાન વગેરેના નિષેધરૂપ યેતનાના વિષયને જાણે જ છે.
ભાવાર્થ-જેવી રીતે જ્યોતિષી આવતા વર્ષે સુકાળ થશે કે દુકાળ થશે ઇત્યાદિ ભવિષ્યનું જાણી શકે છે, તથા વૈદ્ય આ રોગ કયો છે? એના ઉપાયો કયા છે? અમુક ઉપાયોથી આ રોગ મટશે, ઇત્યાદિ પહેલેથી જાણી શકે છે. તેમ ગીતાર્થ નિર્દોષ આહારપાણી સહેલાઈથી મળી શકતા હોવાથી હમણાં દોષિત આહાર-પાણી લેવાની જરૂર નથી (અથવા તો અભ્યાહત કે ક્રીત દોષથી નભી શકે તેમ છે તો આધાકર્મદોષવાળા આહારપાણી લેવાની જરૂર નથી) ઇત્યાદિ યતના જાણી શકે છે. (૭૭૪)
તથાतिविहनिमित्ता उवओगसुद्धिओऽणेसणिज्जविन्नाणं । जह जायति परिसुद्धं, तहेव एत्थंपि विन्नेयं ॥७७५॥ 'त्रिविधनिमित्तात्' कायिकवाचिकमानसिकलक्षणात् परिशुद्धिमागताद् योपयोगशुद्धिर्भक्तादिग्रहणकालप्रवृत्तस्य साधुजनप्रसिद्धस्योपयोगस्य निर्मलता तस्याः सकाशादनेषणीयविज्ञानमशुद्धभक्तपानाद्यवबोधो भावयतीनां यथा जायते परिशुद्धमस्खलितरूपं, तथैवात्रापि यतनाविषये विज्ञानं परिशुद्ध विज्ञेयमिति ॥७७५॥
તથા–
ગાથાર્થ-જેવી રીતે ત્રિવિધ નિમિત્તથી થયેલી ઉપયોગશુદ્ધિથી અનેષણીયનું પરિશુદ્ધ વિજ્ઞાન થાય છે તે રીતે અહીં પણ જાણવું.
ટીકાર્થ-ત્રિવિધ નિમિત્તથી થયેલી-કાયિક-વાચિક-માનસિક એમ ત્રણ પ્રકારના વિશુદ્ધ નિમિત્તથી થયેલી.
ઉપયોગશુદ્ધિથી=ભોજન વગેરે ગ્રહણ કરતી વખતે પ્રવૃત્ત થયેલા અને સાધુલોકમાં પ્રસિદ્ધ એવા ઉપયોગની શુદ્ધિથી.
અષણીયનું પરિશુદ્ધ વિજ્ઞાન-અશુદ્ધ આહાર-પાણી આદિનું ભૂલ વિનાનું જ્ઞાન. ૧. યતનટિ એ સ્થળે રહેલા મારિ શબ્દથી અયતના, ઉત્સર્ગ, અપવાદ વગેરે સમજવું.