________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૧૧
પક્ષીઓના મનને આનંદ આપતા નથી. અથવા ઉત્તમ લોકો બીજાના દોષોમાં પણ ગુણો જ જુએ છે. કેમકે ચંદ્ર પોતાની કાંતિ હરનાર પણ લંછનને છોડતો નથી. અમૃતની મૂર્તિ એવા ઉત્તમ પુરુષો પ્રિય જ બોલવું જાણે છે. ખરેખર ચંદ્ર અમૃત સિવાય બીજું કંઈ ઝરાવવા જાણે છે? તેથી નિષ્કારણ વાત્સલ્યવાળા, ગુણનિધિ, પિતાતુલ્ય તે રાજાનું વચન હું શા માટે ન માનું? હવે તે વખતે આવેલા દત્તને વિશેષથી વિશ્વાસ થયો. કારણ કે આ દેવ (રાજા)માં આવું અનુદ્ધતપણું છે, એ ન્યાયથી સુંદર છે, વચન વૈભવવાળા છે, તેમનું દાક્ષિણ્ય, વિનય ઉચિતજ્ઞતા અપૂર્વ છે. તો પણ પોતાના ગુણો વિષે અભિમાન નથી અને પરગુણ સ્તુતિમાં અનુરાગ છે. અથવા મહાનુભાવો આવા જ પ્રકારના હોય છે. કહ્યું છે કે મચકુંદ જેવા ઉજ્વળ પોતાના ગુણોથી ભુવનાંતર ભરાયું હોવા છતાં ધીર પુરુષો તેવો આનંદ પામતા નથી જેવો આનંદ બીજાના ગુણના લેશને બોલવાથી પામે. ઉત્તમ નિધિની જેમ દેવનું ચરિત્ર અતિ અદ્ભૂત ગુણરત્નોથી ભરેલું છે, જે અહીં વર્ણવાતું કોના પ્રમોદનું કારણ ન બને? ચંદ્ર જેવા શીતળ ચક્ષુથી જોતા રાજાએ કુમારને આ પ્રમાણે કહ્યું: હે સુંદર! તું અત્યંત સજ્જન છે જે મને ગુણોવડે ગ્રહણ કરે છે. અથવા સ્વભાવથી નિર્મળ સજ્જનના હૈયાઓ સુખપૂર્વક ગ્રહણ કરાય છે. દર્પણની સપાટીમાં કોના વડે પોતાનું પ્રતિબિંબ નથી પડાતું? તું વિજયરાજાનો પુત્ર છે તેથી તારામાં આવા પ્રકારના ગુણો જ ઘટે. આમ્રવૃક્ષ ક્યારેય પણ લિંબોળીને આપતું નથી. (૧૪૨)
એટલીવારમાં અવસર પાઠકે જણાવ્યું
તે સાકરના ચૂર્ણની મધ્યમાં ભરેલા ધૃતપાત્રને ઊંધું વાળે છે. ખાંડથી મિશ્રિત લોટના કુંડમાં ઘીથી ભરેલા હાથ મસળે છે. તે શેરડી જેવું મધુર સંસ્કારિત કરેલું (કઢેલું) દૂધ હાથમાં પડેલું મેળવે છે. કારણ કે ભાગ્યે પણ આવા પ્રકારનું સર્જન કુટુંબનું નિર્માણ કર્યું છે. ગુણોના સાગર શંખરાજા ક્યાં ? અને વિજયરાજા ક્યાં ? તો પણ દ્વીપાંતરમાં રહેલું રત્ન ભાગ્યના યોગથી યોગ્યમાં જોડાય છે. અવસરને ઉચિત પ્રવૃત્તિ કરનાર પાઠકની ઉપર સર્વે કૃપાવંત થયા. પુલકિત શરીરવાળા સર્વે અતિ મોટા સત્કાર કરે છે. વિદ્વાનની સભાને સમુચિત સંકથા કરતા કેટલીક પણ ક્ષણ પસાર કરીને પછી પ્રસન્ન હૈયાવાળા પોતપોતાના ઘરે ગયા. હંમેશા દાન અને ગ્રહણમાં ઉદ્યત થયેલા, વધતી છે મધુર વિચારોની આપ લે જેઓની, પરસ્પર ચિત્તનું અનુવર્તન કરનારા એવા તેઓના દિવસો પસાર થાય છે. કેટલાક દિવસો પછી નિર્મળ આકાશતળમાં ગ્રહો ઉચ્ચસ્થાનમાં રહે છતે શુભદિવસે વિવાહ પ્રવર્યો. વાગતા છે વિચિત્ર પ્રકારના વાજિંત્રો જેમાં, વાજિંત્રોના તાલની સાથે આરંભાયુ છે સઘન નૃત્ય જેમાં, નૃત્યના આવર્તમાં તણાયો છે ૧. વારંગારંવાર એટલે શેરડી. ગાય એટલે થયેલું બનાવેલું.