________________
૩૩૧
ઉપદેશપદ : ભાગ-૨
(આનાથી એ જણાવ્યું કે અધિક દોષથી બચવાની સાવધાની વિના થતા અપવાદ સેવનમાં યતના ન હોય.)
અપવાદને સેવવાનો પ્રસંગ આવે ત્યારે પહેલાં તો એ વિચારવું જોઇએ કે અત્યારે ખરેખર અપવાદને સેવવો જ પડે એમ છે કે અપવાદનું સેવન કર્યા વિના પણ સમ્યગ્દર્શનાદિની આરાધના થઈ શકે એમ છે? આવો વિચાર કરતાં ખરેખર અપવાદને સેવવો જ પડશે એમ જણાય તો પછી અપવાદ સેવનમાં કેવી પ્રવૃત્તિ કરવી કે જેથી દોષ ઓછો લાગે એમ ગુરુ-લાઘવનો વિચાર કરવો જોઈએ. ગુરુ-લાઘવનો વિચાર કરીને જે પ્રવૃત્તિથી ઓછો દોષ લાગે તે પ્રવૃત્તિ કરવી જોઈએ. આવી પ્રવૃત્તિ તે યતના છે. પણ ગુરુ-લાઘવનો વિચાર કર્યા વિના ભવાભિનંદી જીવોએ કરેલી પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિ પરમ પુરુષની(=તીર્થંકરની) લઘુતા કરાવનારી છે, તે પ્રવૃત્તિ યતના નથી. (૭૭૧)
आह-द्रव्याद्यापदि यतना सम्यग्दर्शनादिसाधिकेत्युक्ता । न च च्छद्मस्थेन यतनाविषया द्रव्यादयो ज्ञातुं शक्याः । कुत इति चेदुच्यते
जं साणुबंधमेवं, एवं खलु होति निरणुबंधंति । एवमइंदियमेवं, नासव्वण्णू वियाणाति ॥७७२॥
'यद्' यस्मात् सानुबन्धमव्यवच्छिन्नप्रवाहं सम्यग्दर्शनादि, एवं' गुरुलाघवालोचनया विरुद्धेष्वपि द्रव्यादिषु सेव्यमानेषु सत्सु, एवं गुरुलाघवालोचनामन्तरेण नो (?) सेव्यमानेषु द्रव्यादिषु, खलुर्वाक्यालङ्कारे, भवति 'निरनुबन्धं' समुच्छिन्नोत्तरोत्तरप्रवाहं सम्यग्दर्शनायेव। इत्येतत् पूर्वोक्तं वस्त्वतीन्द्रियं विषयभावातीतम्, एवमुक्तप्रकारवान्, नैवासर्वज्ञः प्रथमतो विजानाति निश्चिनोतीति । अतीन्द्रियो ह्ययमों यदित्थं व्यवह्रियमाणे सम्यग्दर्शनादि सानुबन्धमित्थं च निरनुबन्धं सम्पद्यते, इति कथमसर्वज्ञो निर्णेतुं पारयतीति I૭૭૨
દ્રવ્યાદિની આપત્તિમાં કરવામાં આવતી યાતના સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ કરનારી છે એમ કહ્યું. પણ છઘસ્થજીવથી યતનાના વિષય એવા દ્રવ્યાદિ જાણી શકાય તેમ નથી, અર્થાત્ અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક રીતે વર્તવું જોઈએ અને અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક રીતે વર્તવું જોઈએ એમ જાણવાનું છઘસ્થ જીવ માટે શક્ય નથી. શાથી શક્ય નથી એમ પૂછતા હો તો અમે કહીએ છીએ
ગાથાર્થ-આ પ્રમાણે સાનુબંધ થાય, આ પ્રમાણે નિરનુબંધ થાય, આ અતીંદ્રિય છે તેથી આને અસર્વજ્ઞ ન જાણી શકે.