________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૨૧
તેના વચનને મહાનિધાનની જેમ સાંભળીને જોવા ઉત્સુક થયો અને કહે છે કે, હે ભદ્ર! તું મને સર્વથા ત્યાં લઈ જા. પંડિતો વડે સમજાવાતો અને સ્વજનો વડે વાતો કૂટ અભિમાનથી નચાવાયેલો નિર્યામકની સાથે તે દ્વીપમાં જવા ઊપડ્યો.
અણોરપાર સંસારસાગરમાં જેમ પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મ આશ્વાસન આપનાર બને છે તેમ અપાર સમુદ્રની અંદર આશ્વાસન આપનાર દ્વીપને તેણે પ્રાપ્ત કર્યો. સંસારરૂપી સાગરથી તારનાર ઉત્તમ ધર્મને મેળવીને મૂઢ જીવ ધર્મને છોડીને વિષયરસમાં રાગી થાય છે તેમ તે મધુર રસવાળી શેરડીને જોઈને વહાણને છોડીને તે શેરડીમાં રાગી થયો. કાંઠા ઉપર ખોદેલ વીરડાના પાણીથી ત્રણ સંધ્યા શૌચનો વ્યવહાર પાળવા લાગ્યો અને શેરડીના સાઠા ખાઇને કાળ પસાર કરવા લાગ્યો. પરંતુ શેરડીના સાઠાના સતત ભક્ષણથી તેના બે હોઠ છોલાઈ ગયા અને પછી શેરડી ખાવાની ક્રિયા કરવા શક્તિમાન ન થયો. પછી એવી વિચારણા કરે છે કે જગતનું નિર્માણ કરતી વખતે બ્રહ્માએ જો શેરડીના ફળ બનાવ્યા હોત તો ઘણું સારું થાત. પરંતુ બ્રહ્માએ સજ્જનોને નિર્ધન, કુલબાલિકાઓને વિધવા અને શેરડીને ફળ વિનાની બનાવીને મૂર્ખામી કરી છે. બ્રહ્માની બુદ્ધિને ધિક્કાર થાઓ અથવા તો અમારા જ દેશમાં શેરડીના ફળ નથી એ વાત સાચી છે પરંતુ અહીંની ભૂમિની ફળદ્રુપતાને કારણે કદાચ શેરડીના ફળ અહીં મળી જાય એ અસંભાવનીય નથી. તેથી મારે સમ્યગ્ગવેષણા કરવી યોગ્ય છે. પછી તેની સમ્યગ્ગવેષણા કરે છે. - હવે બન્યું એવું કે પૂર્વે અહીં એક મનુષ્યોનું વહાણ આવેલું હતું અને તે ભાંગી ગયું હતું અને એક જગ્યાએ મનુષ્યોનું મળ સૂર્યના તાપથી સુકાઈને પીળી ગોળીના આકારરૂપે થઈ ગયું હતું તેને જુએ છે અને વિચારે છે કે ખરેખર આ પીળી ગોળીઓ શેરડીનું ફળ હોવું જોઇએ અને તેમાં આદરવાળો થઈ રોજ શોધીને હંમેશા ખાવા લાગ્યો. હા ધિક્ અજ્ઞાનના વશથી તે આવા પ્રકારની મળની ગોળી ખાનારો થયો. વધારે શું કહીએ? હે રાજનું! તે અત્યંત મૂઢાત્મા સૂર્યના કિરણોથી તેવા સ્વરૂપે કરાયેલા પોતાના મળનું ભોજન કરે છે. (૩૨૯)
કાળે કરીને ક્યારેક ફરી પણ તે જ વાણિયો મળ્યો અને બંનેનો પરસ્પર વાર્તાલાપ થયો અને એક જ દેશના રહેવાસી હોવાથી બંને પણ પરમ હર્ષને પામ્યા. વાણિયાને પૂછ્યું: શું તું શેરડીના ફળોને મેળવતો નથી? તેણે સદ્ભાવ કહ્યો, અર્થાત્ યથાહકીકત જણાવી. વાણિયાએ પૂછ્યું: તું જ કહે તેના ફળો કેવા સ્વાદવાળા છે? કપિલ કહે છે–તેનો સ્વાદ
૧. વીરડો- નદી કે તળાવના સૂકા ભાગમાં પાણી માટે ખોદેલો ખાડો. તેમાંથી જેમ જેમ પાણી ઉલેચવામાં
આવે તેમ તેમ નવું પાણી આવતું જાય છે અને ભરાઈ જાય છે.