________________
૩૨૬
ઉપદેશપદ : ભાગ-૨
પાસે કંઈપણ અકથનીય નથી. મેં પોતાની બુદ્ધિથી વિભ્રમના કારણભૂત પોતાનું ચરિત્ર જણાવ્યું. કલાવતીએ પોતાની બુદ્ધિથી ભ્રમનું કારણ એવું પોતાનું ચરિત્ર જણાવ્યું. તેને સાંભળીને વિસ્મય પામેલો રાજા કહેવા લાગ્યો. જગતમાં મારા અપયશનો પડહ ચંદ્ર સૂર્ય સુધી વાગશે, જ્યારે તારી દેવ-સાથ્યિપૂર્વકની શીલપતાકા જગતમાં લહેરાશે. વિસરી ન શકાય એવા તારા દુઃખના સમૂહને યાદ કરતા મારા મનમાં પશ્ચાત્તાપ રૂપી જે અગ્નિ સળગ્યો છે તે બુઝાશે નહીં અને તારા મેળાપની જે આશા થઈ તે આ પ્રવર ગુરુના વચનથી થઈ. હે સુંદરી! તારા દુ:ખમાં ગભરાયેલો હું ન મર્યો તેમાં ગુરુનો ઉપકાર છે. પછી દેવીએ કહ્યું હું માનું છું કે આ બાળકના પુણ્યોથી આપણી વિષમ સ્વરૂપવાળી પણ દશા સમાપ્ત થઈ. કલાવતી બોલીઃ તે મહાનુભાવ મુનીન્દ્રના મને સવારે દર્શન કરાવો. હા એમ જ થાઓ એમ પ્રસન્ન થયેલા રાજાએ સ્વીકાર કર્યો. આ પ્રમાણે પરસ્પરના સૌજન્યપૂર્વકના વાર્તાલાપોથી સુપ્રસન્ન વચનોને બોલતા નવીન બંધાયેલા સ્નેહવાળા એવા તેઓની રાત્રિ ક્ષણથી પૂરી થઈ. સૂર્યોદય થયે છતે બંનેએ પણ અમિતતેજ આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યો. તેણે પણ શીલસ્તવનાને ઉત્પન્ન કરનારી ગંભીર દેશના કરી. જેમકે–(૪૨૦)
શીલ કુલની ઉન્નતિ કરનારું છે, શીલ જીવનું પરમભૂષણ છે, શીલ જીવનું પરમ શૌચ છે, શીલ સર્વ આપત્તિઓનું નાશક છે. આ પ્રમાણે શીલનું ફળ વર્ણવવાથી અને દેવતત્ત્વને કહેવાથી અને ગુરુગુણને નિવેદન કરવાથી અને જીવાદિ નવ તત્ત્વોનું પ્રકાશન કરવાથી તેઓની રાગ-દ્વેષની ગાંઠ ભેદાઈ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ. બંને પણ મસ્તક નમાવીને આ પ્રમાણે કહે છે કે, હે ભગવન્! આ જૈનધર્મ સત્યસ્વરૂપી છે અને સંતાનનો ત્યાગ દુષ્કર છે. તેથી જ્યાં સુધી બાળકનું પાલન કરવું પડે ત્યાં સુધી અમને ગૃહસ્થ ધર્મ આપો. પછી સૂરિએ સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રતોનું જાવજીવ પ્રદાન કર્યું, તથા જાવજીવ બ્રહ્મચર્યનું પ્રદાન કર્યું. ત્યાર પછી સર્વત્ર ઉત્પન્ન કરાયો છે અત્યંત પ્રમોદ જેમાં એવા નગરમાં જયસિંધુર નામના હાથીના અંધ ઉપર બેઠેલો રાજા કલાવતી દેવીની સાથે પ્રવેશે છે, ક્રમથી પોતાના આવાસે પહોંચ્યો. તે વખતે પુત્રજન્મને ઉચિત દસ દિવસનું વર્યાપનક કરાવે છે, જેટલામાં રાજા મરણથી પાછો ફર્યો, દેવી મળી અને પ્રથમ પુત્રનો જન્મ થયો તેટલામાં તે દિવસોમાં ભવન જાણે અમૃતમય થયું. આ પ્રમાણે આનંદ પ્રમોદમાં બાર દિવસો પસાર થયા ત્યારે મિત્રો-સ્વજનો અને ભાઈઓ વડે બાળકનું નામ સ્થાપન કરવામાં આવ્યું. માતા-પિતાને જીવનનો ઉપકાર કર્યો હોવાથી આ બાળક પુણ્યપૂર્ણ છે. કળશના સ્વપ્નપૂર્વક આ પ્રાપ્ત થયો હોવાથી આનું નામ પુણ્યકળશ રાખવામાં આવ્યું. શાસ્ત્રમાં બતાવેલી વિધિથી કરાવાયું છે જિનમંદિર જેના વડે