________________
૩૨૮
ઉપદેશપદ : ભાગ-૨ સૂક્ષ્મબુદ્ધિથી આગમ અનુસાર ગુરુ લાઘવ દોષનો વિચાર કરીને, દુષ્કાળ તથા ગ્લાનાદિ અવસ્થામાં શરીર સ્થિતિ ટકી રહે તે માટે સૂત્રવિધિથી વર્તતો સાધુ ચારિત્રનો નાશ કરતો નથી. જિનેશ્વરોવડે આ અપવાદ ચારિત્રના પાલન માટે જ બતાવાયો છે. અને આ મહાસત્ત્વ, શંખરાના કારણે સેવેલું પણ કર્મ ગુરુની પાસે આલોચના નિંદા ગહ કરીને અને પ્રાયશ્ચિત્તને વહન કરીને ખપાવે છે. આ પ્રમાણે પ્રશમતાના અતિશયને વહન કરતી કલાવતી સાધ્વીપણ અનન્યમનથી તત્કાળ યોગ્ય શ્રમણ્યને પાળે છે. (૪૫૧)
શંખ-કલાવતીનું દાંત પૂર્ણ થયું. આ કથનાકમાં બત્રીશ ગાથાઓ છે અને તે સુગમ છે. પરંતુ તીણ પનિયાયपेसणमच्चंतगमिइ रन्नो'त्ति ।
તે કલાવતીનો જયસેનકુમાર ભાઈ હતો. પોતાના બે અંગદ અતિસુંદર છે એમ સમજીને તેણે શંખરાજાને ભેટણામાં મોકલ્યા. બ્રિળિ વિસનાં ફિયામાં રાત્તિ ગર્ભવતી પુત્રીને શ્વસુરઘરેથી તેડી લાવે તે ગુર્વિણી વિસર્જક કહેવાય છે અને તેઓના હાથે દેવદૂષ્ય મોકલાવ્યું. સાદાં તિ દેવીએ સ્વયં જ રાજાના અંગદોનો સ્વીકાર કર્યો. ગીમાં તિ અને બીજું નિમિત્ત આ છે. વર્ષ પૂર્વે કહેલા અભિપ્રાયથી રાજાએ તેને જંગલમાં મોકલી આપી. માથાતિ સેવાસાદિકુ ત્તિ પછી કલાવતીએ તે નદીમાં દેવતાને આશ્રયીને શીલવ્રતની પ્રતિષ્ઠા કરવા માટે કાઉસ્સગ્ન કર્યો. ‘માયારો સેયંતિ આસપ્રણીતવચનનું અનુષ્ઠાન કલ્યાણકારી હોય છે. (૭૩૬-૭૬૮)
एतेन च दुष्षमाकालेऽप्याज्ञानुसारिणी यतना समासेवितेति तामेव फलोद्देशेन स्तुवन्नाहजयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव। तब्बुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥७६९॥
यतना पुनर्वक्ष्यमाणलक्षणा 'धर्मजननी' प्रथमत एव धर्मप्रसवहेतुः । यतना'धर्मस्य' श्रुतचारित्रात्मकस्य 'पालनी' उपद्रवनिवारणकारिण्येव । तवृद्धिकरी धर्मपुष्टिहेतुर्यतना, किं बहुना, “एकान्तसुखो' मोक्षस्तदावहा तत्प्रापिका यतनेति ॥७६९॥
શંખ રાજર્ષિએ દુષમા કાળમાં પણ આજ્ઞાનુસારી યતનાનું સમ્યક આસેવન કર્યું, આથી યતનાના ફળને લક્ષ્યમાં રાખીને યેતનાની જ પ્રશંસા કરતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ–યતના ધર્મની જનની છે, યતના ધર્મનું રક્ષણ કરનારી છે, યતના ધર્મની વૃદ્ધિ કરનારી છે, યતના મોક્ષસુખને પમાડનારી છે.