________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૧૯
રાજાના આ વચનને સાંભળીને અકાળે વિદ્યુતના પાતની જેમ સકલ પણ પરિજન એકબીજાના મુખને જોવા લાગ્યો. હા હા! રાજા આ પ્રમાણે કેમ બોલે છે? પરિવાર વિલખો થઈ એકી સાથે ભેંક તાણી પોક મૂકી વિલાપ કરવા લાગ્યા. સ્ત્રીઓ કહે છે કે આર્યપુત્ર! તું અતિનિધૃણ છે, તમારા વડે આવું કેમ આચરાયું? અમારા મુખની શોભા એવી કલાવતી ક્યાં છે? હા! તેના વિના આ રાજઆંગણું સૂનું છે. તેના વિના બધે મુગ્ધતા છે. તમે રોષ ન કરો. પરિજન રાજાને કહે છે કે તમે રસ ન કરો ખુશ થાઓ અને તેને લઈ આવો. હા! આ શું? અરે! આ શું? આવા પ્રકારના ભાગ્યના કાર્યોને વિધિક એમ બોલતો સ્ત્રી-પુરુષનો સમૂહ નગરમાં ચારે તરફ રડે છે. નિષ્કરુણોને પણ કારુણ્ય ઉત્પન્ન કરનાર એવા ભયંકર આક્રંદના અવાજને કરતા નગરને જોઈને ઉત્સુક ચિત્તવાળો રાજા ફરી કહે છે કે, અરે! મંત્રી! તું આટલો સમય કેમ રાહ જુએ છે! મારા શરીરમાં વેદના થાય છે તે તમે જાણતા નથી? હા! હવે મંત્રીઓ-પત્નીઓ તથા સ્વજનો રડતા રાજાને જલદીથી કહે છે કે, તે વિચક્ષણ! અમારા ક્ષત ઉપર ક્ષારનું લેપ ન કરો. જો કોઈક ભાગ્યયોગથી કોઈક રીતે બુદ્ધિહીન કાર્ય થઈ ગયું હોય તો રસોળી ઉપર ફોડલા થવા સમાન બીજું બુદ્ધિહીન કાર્ય ન આદરો. પર્વત જેવા ધૈર્યવાળા ધીર પુરુષો ભયથી કંપતા જીવોને શરણ થાય છે, જો ધીરપુરુષો પણ ધૈર્યને છોડી દે છે તો કોણ શરણ થાય? અને બીજું–તમોએ આ રાજ્યને શત્રુના સંતાપ વિનાનું નિષ્કટંક લાંબો સમયથી પાળ્યું છે અને તમે જો હમણાં ત્યાગ કરશો તો ક્ષણથી હતવિપ્રહત થઈ જાશે. કુળનો છેદ કરીને શત્રુઓના મનોરથોને ન પૂરો, કયો મતિમાન ભુવનને બાળીને પ્રકાશ કરે? આ પ્રમાણે વિનયપૂર્વકના, પ્રેમપૂર્વકના, ગુણ-દોષની વિચારણાપૂર્વકના કહેવાયેલા વચનને અવગણીને પશ્ચાત્તાપથી તપ્ત શરીરવાળો રાજા ચાલ્યો. સૂર્ય તેવો સંતાપ નથી આપતો, અગ્નિનો ભઠ્ઠો તેવો સંતાપ નથી આપતો, વિદ્યુતનો નિર્ધાત તેવો સંતાપ નથી આપતો જેવો સંતાપ અવિચારિત અને અપ્રમાણિત કાર્ય આપે છે. ત્યાંથી નીકળીને જતો, મંત્રી-અંતપુર-ઉત્તમ સેવકો વડે અનુસરાતો રાજા નહીં ઇચ્છતો હોવા છતાં પણ કોઈક રીતે ઘોડા ઉપર બેસાડાયો. સેવકજનને દુઃખ આપતો, ધર્મમાં ઉદ્યત થયેલાઓને વૈરાગ્ય ઉત્પન્ન કરતો, શોકરૂપી પાણીથી ધોવાયા છે મુખો જેઓના એવી તરુણીઓથી જોવાતો, ગીતવાજિંત્રો જેમાં બંધ કરવામાં આવ્યા છે, ધ્વજ-છત્ર-ચામર-વગેરેનો સમૂહનો જેમાં ત્યાગ કરવામાં આવ્યો છે એવો રાજા ઘરેથી નીકળીને નજીકના નંદનવનમાં પહોંચ્યો. રાજાને રોકવાના બીજા કોઈ ઉપાયને નહીં મેળવતા ગજ શ્રેષ્ઠીએ કહ્યું કે અહીં ઉદ્યાનમાં સકળ જગતના મુકુટના મણિસમાન અત્યંત સુંદર આકારવાળું દેવાધિદેવનું મંદિર છે. તેથી