________________
૩૧૮
ઉપદેશપદ : ભાગ-૨ સાધ્વીઓની મધ્યમાં રહીને, ગુરુદેવતાની ઉપાસનામાં લીન થઈ દેવકુમાર જેવા આ પુત્રનું
ત્યાં સુધી પાલન કર જેટલામાં તારાવડે પૂર્વ જન્મમાં ઉપાર્જિત કરાયેલ પુણ્યરૂપી વૃક્ષ ફળને આપે. આ પ્રમાણે કુલપતિવડે આશ્વાસિત કરાયેલી, જીવિતની આશા બંધાઈ છે જેને એવી કલાવતી તે આશ્રમમાં રહી. (૨૬૧)
આ બાજુ ચાંડાલ સ્ત્રીઓએ કેયૂરથી યુક્ત બે બાહુ રાજાને બતાવ્યા તે પણ જેટલામાં નિરીક્ષણ કરે છે તેટલામાં જયસેનકુમારના નામથી અંકિત બે બાજુબંધને જોયા અને મોટા ઉદ્વેગને પામ્યો અને એકાએક જાણે અંગારાથી અંતઃકરણ ભરાયું ન હોય તેવો થયો. તો પણ નિશ્ચય માટે ગજશ્રેષ્ઠીને બોલાવીને પૂછ્યું: દેવસાલ નગરમાંથી હમણાં કોઈ આવ્યું છે? તેણે કહ્યું: હા આવ્યા છે. હે દેવ! મારા ઘરે દેવીની મોણાવણી નિમિત્તે વિજયરાજાના વિશ્વાસુ માણસો આવેલા છે. તેઓને વખત ન મળ્યો તેથી તેઓ તમને મળી શક્યા નહીં. રાજાએ કહ્યું: તો જલદી બોલાવો. અને બોલાવાયેલા તેઓ પણ આવી ગયા. રાજાએ પૂછ્યું: આ બે અંગદ શું છે? તેઓએ કહ્યું: હે દેવ! અંગદો અમૂલ્ય મણિઓથી સુંદર ઘાટના ઘડવામાં આવ્યા છે. આ પ્રમાણે ભાવપૂર્વક જયસેનકુમારે પ્રાણપ્રિય દેવમાટે મોકલાવ્યા છે અને અમે દેવીની પાસે ઘરે આપ્યા છે. આ પ્રમાણે તેઓ બોલે છતે ક્ષણથી મૂર્છાથી મિંચાઈ ગયેલી આંખોવાળો રાજા ક્ષણથી સિંહાસન ઉપર ઢળી પડ્યો. શીતલ પવનના પ્રયોગથી એવી રીતે વીંઝાયો જેથી કોઇક રીતે ચેનતવંતો થયો અને વિચારવા લાગ્યો કે, વગર વિચાર્યું કરનાર મને ધિક્કાર થાઓ. અહો! મારી સુકૃતનતા કેવી છે! અહો! મારો અજ્ઞાનનો પ્રકર્ષ કેવો વિશાળ છે! અહો! મારું નિર્ભાગ્ય શિરોમણિપણું કેવું છે! અહો! મારો દુષ્ટ નિર્દયભાવ કેવો છે! આ પ્રમાણે વિચારતો ફરી પણ મૂર્છાવશ પડ્યો. ફરી પણ સ્વસ્થ થયો ત્યારે સામંતોએ કહ્યું છે દેવ! આ અકાળે અતિ વિષમ વ્યાકુળતા કેમ થઈ? આ પ્રમાણે વારંવાર પૂછાયેલો રાજા કહેવા લાગ્યો અરે! અરે! ચોર જેવા કુટિલ પોતાના ચારિત્રથી હું મૂઢ થયો છું. જેથી મેં વિજયરાજાની વાત્સલ્યતા ન ગણી. જયસેનકુમારની મૈત્રી ઉપર કૂચડો ફેરવ્યો. કલાવતીના સ્નેહને બહુ ન માન્યો અને પોતાના કુળના કલંકને ન વિચાર્યું. અસંભવતા દોષોનું આરોપણ કરીને વિજયરાજાની પુત્રીને દોષવાળી ચિતરીને યમના ઘરે મોકલી આપી, જેનો પ્રસૂતિકાળ પણ નજીકમાં હતો. તેથી અશુચિના ઉકરડાની કોઇપણ રીતે શુદ્ધિ ન થાય તેમ મારી પણ કોઈપણ રીતે શુદ્ધિ નહીં થાય. ચાંડાલભાવને પામેલો એવો હું કોઈ શિષ્યલોકને જોવા લાયક નથી રહ્યો. તમે જલદીથી કાષ્ઠ લઈ આવો જેથી અગ્નિમાં પ્રવેશીને મારી જલદીથી શુદ્ધિ કરું અને સંતાપથી તપેલા શરીરને શાંત કરું. (૨૭૮) ૧. મોળાવ એટલે પ્રથમ પ્રસૂતિના પ્રસંગે પિતા તરફથી કરવામાં આવતું ઉત્સવપૂર્વકનું નિમંત્રણ.