________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૦૯
જયકુમાર અહીં આવેલો છે. તેનું વચન સાંભળીને રાજા એકાએક જાણે અમૃતકુંડમાં ડૂળ્યો! ચિત્તનો દાહ શમી ગયો. રાજા ઘણો હર્ષ પામ્યો. દત્તને સુવર્ણની જીભ અને અંગ ઉપર પહેરેલા આભૂષણો આપીને કહે છે કે, હે સુંદર! આ દુર્ઘટ બીના કેમ બની? હસતો દત્ત કહે છે કે દેવના અચિંત્ય માહભ્યથી દુર્ઘટ પણ વસ્તુની સિદ્ધિ સંભવે છે. અમારાવડે અહીં બીજું શું કહેવાય? પછી મતિસાગર મંત્રીએ કહ્યુંહે દેવ! સજ્જન વડે ઉપાર્જન કરાયેલ વિભવ સર્જનનું હિત કરનાર થાય છે તેમ આ દત્ત આ નાયકનું સદાકાળ હિત કરનાર થાય છે. અને વળી–પુષ્પો વિનાનું પણ વડનું વૃક્ષ મધુર ફળોથી સ્વજનોને આનંદ આપે છે. અત્યંત સુંદર ફૂલોવાળો પલાશવૃક્ષ પણ વિરસ ફળોને નથી આપતો. ઘણાં જળથી ભરેલા વાદળો પ્રમાણોપેત ગાજે છે અને મધુર વરસે છે, જ્યારે પાણી વિનાના વાદળો ઘણો ગર્જારવ કરે છે અને વરસતા નથી તેનું તમે તુચ્છપણું જુઓ. સર્વલોક મોઢા આગળ મીઠું બોલે છે. પરોક્ષમાં ગુણની પ્રશંસા એ અંતરના બહુમાનનું લક્ષણ છે. વિનયથી નમેલો કુસેવક પણ વિવિધ વચનોથી મુખ આગળ સ્તુતિ કરે છે. સુસેવકોની સ્વામી ઉપરની ભક્તિ અવસરે પરખાય છે. તેથી આ શ્રેષ્ઠીપુત્ર દેવ વિષે અકૃત્રિમ સ્નેહવાળો છે પણ તેણે આ વાત ગંભીરતાથી જણાવી નથી. તમારી ઉપર ભક્તિના અનુરાગથી દત્તે તે બલિકાની આગળ તમારું ગુણકીર્તન કરેલું છે તેથી તેને આપના ઉપર રાગ થયો છે. આ દત્ત શ્રેષ્ઠી માતા-પિતા વડે અહીં બાલિકાની સાથે જ મોકલાયો છે. પરંતુ વધારે ઝડપથી માર્ગ કાપીને આ દેવને જણાવવા નિમિત્તે અહીં સાથે આવ્યો છે. દત્તે કહ્યું: આ અતિસાર મંત્રી યથાર્થ નામવાળો છે, અર્થાત્ નામ પ્રમાણે ગુણવાળો છે. જો એમ ન હોત તો પરોક્ષપણે દેશાંતરમાં બનેલી હકીક્તને પ્રત્યક્ષની જેમ આ પ્રમાણે વિશ્વાસપૂર્વક કેવી રીતે કહી શકે? અથવા ભૂમિની અંદર ઊંડે દટાયેલા નિધિને ઉપર ઉગેલી વેલડી ઘાસ આદિના લક્ષણોથી આંખોવડે નહીં જોવા છતાં કુશલપુરુષો બુદ્ધિથી જોઈ શકે છે. (૧૦૮)
પછી રાજાએ લડાઇની તૈયારી કરતા સૈન્યનું નિવારણ કરીને ધીધન મંત્રીને પોણીમાં (સત્કાર પ્રવૃત્તિમાં) નિયોજ્યો. તે પચ્ચીણીમાં નગરરક્ષક લોક કહેવાયો કે યથાઆદરવાળા થઈ અત્યંતર અને બહાર મહોત્સવ કરવા પૂર્વક નગરને પ્રવર્તાવો. તથા કારાગૃહની શુદ્ધિ કરો, અર્થાત્ કેદીઓને છોડી મૂકો, મંદિરોને ધોળાવો, શુલ્ક શાળાને બંધ
૧. નનીહ્યા–જે જીભથી શુભ સમાચાર અપાય છે તે વ્યક્તિને સુવર્ણની જીભ આપવામાં આવે છે. ૨. પચ્ચીણી–અતિથિ કે વિશેષ વ્યક્તિ આવેલ હોય ત્યારે તેને લેવા સામે જવું તેને પચ્ચોરી કહેવાય છે.