________________
૩૦૮
ઉપદેશપદ : ભાગ- આસ્વાદ ન થયો અને મનમાં હંમેશા જ કલાવતીનું સ્મરણ થયા કરે છે. પછી કોઇપણ વસ્તુમાં રતિ નહીં પામતો પોતાની શયામાં સૂતો. પછી ઉન્મત્ત થયેલો આ પ્રમાણે વિચારવા લાગ્યોઃ હે દેવ! તારું કલ્યાણ થાઓ, જેના વડે દેવીના રૂપને જીતનારી તે મૃગાક્ષી નિર્માણ કરાઈ છે. આકાશમાં ગમન કરવા સહાયક એવી પાંખો મનુષ્યોને પણ નથી મળી તે જ તેની ખામી છે. તેથી હે પ્રભુ! તું હમણાં સુંદર પિંછાનો ભાર આપ જેથી વલ્લભાનું દુર્લભ મુખરૂપી કમળ લદીથી જોઉં. શું અમૃતથી નિર્માણ થયેલો એવો કોઈ દિવસ કે કોઈ રાત્રિ આવશે જે દિવસે હું તેના વક્ષ:સ્થળ રૂપી સરોવરમાં હંસની જેમ ક્રિીડા કરીશ. અથવા ક્યારે મધુર-ઓબ્દરૂપી દળથી યુક્ત, પ્રચુર સુગંધથી યુક્ત, એવા તેના મુખરૂપી કમળની આગળ મધુકર લીલાને અવિતૃષ્ણ થઈને કરીશ? આ પ્રમાણે ચિત્તની ચિંતામાં તણાતો કંઇક ક્ષણ વિતાવીને (પસાર કરીને) ફરી પણ સભામાં ગયેલો તેની કથામાં દિવસ પસાર કરે છે. (૮૨).
હવે બીજે દિવસે સેવાતા છે ચરણરૂપી બે કમળ યુગલ જેના એવા રાજાને એકાએક ઊંચા વ્યાસથી રુંધાઈ ગયો છે કંઠ જેનો એવા કોઇક ચરપુરુષે કહ્યું: હે દેવ! મોટું સૈન્ય ક્યાંયથી પણ તારા દેશમાં પ્રવેશે છે. રથના ચક્રોના વાદળ જેવા અવાજ તથા હાથીઓના હેષારવ તથા ઘોડાઓના ખૂરના અવાજથી ઉન્મિશ્રિત એવો કોલાહલ વન્ય પશુઓને સંતાપતો દિશાઓને પૂરે છે. અને બીજું પણ તે સૈન્ય ઊંચા દંડ ઉપર ધારણ કરાયેલા સફેદ કમળ અને સમુદ્રના ફીણના સમૂહ જેવી સફેદાઇને તથા ઉન્માર્ગે લાગેલા ક્ષીરસમુદ્રના પાણીની શંકાને કરાવે છે. દેવના સર્વ પણ પ્રાંતસામંતો વિનયથી નમેલા વર્તે છે. તો હે દેવ! આ અનાર્ય આચરણ કરનાર ક્યાંથી ઊગી નીકળ્યો? આને સાંભળીને રણક્રીડાનો ઉત્સુક, ભૃકુટિના ભંગથી ભયંકર શરીરવાળો, ક્રીડા સ્થાને નિર્દયપણે હણાયું છે પૃથ્વીતળ જેના વડે એવો રાજા કહે છે કે, અરે! અરે! જલદી પ્રયાણ ઢકા વગડાવો અરે! સામંતો તૈયારી કરો. આ કોઈક રમકડું આવ્યું છે. આદેશને ઝીલીને ભટો સેના તૈયાર કરવા લાગ્યા. તથા રથ-હાથી-ઘોડા-વાહન અને બખતર તથા શસ્ત્રસમૂહને તૈયાર કરે છે. શું થયું? શું થયું? એમ બોલતો નગર લોક ચારેબાજુ ભમે છે. સ્થાને સ્થાને મોટો કોલારવ સંભળાય છે.
એટલીવારમાં હસતો દત્ત રાજાની પાસે આવ્યો અને કહ્યું હે દેવ! અકડે આ આરંભ માંડ્યો છે? ખરેખર! જે ચિત્રમાં રહેલું પણ જોવાયું અને જે દેવના ચિત્તમાં જ રહેલું છે તે આ સ્વયંવર રત્ન આવી રહ્યું છે. દશે દિશામાં વિસ્તાર પામ્યો છે કીર્તિનો સમૂહ જેનો, રૂપથી જીતાયો છે કામદેવ જેનાવડે, કલારૂપી સમુદ્રને પાર પામેલો તે આ