________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૫૧
ચારિત્રી જીવો ઉપસ્થિત થયેલી પ્રવચનની અપભ્રાજનાને સ્વપ્રાણનો ત્યાગ કરીને પણ રોકે છે. જેમ કે- દુષ્ટ શિષ્ય ઉદાયી રાજાના ગળામાં કંકલહ છરી ફેરવીને ગળું કાપી નાખ્યું. આથી રાજાનું મૃત્યુ થયું. આચાર્ય ભગવંતે વિચાર્યું કે થયેલી શાસનની મલિનતાને સ્વપ્રાણનો ભોગ આપવા સિવાય બીજા કોઈ ઉપાયથી દૂર કરી શકાય તેમ નથી. આથી તેમણે તે કાળને ઉચિત (ચાર શરણનો સ્વીકાર વગેરે) કર્તવ્યો કર્યા પછી ચારિત્રમાં તત્પર સાધુ સમાન આત્માનો વિનાશ કર્યો.
આયુક્ત આદિમાં પણ” એ સ્થળે રહેલા આદિ શબ્દથી તેવા પ્રકારના માતંગ આદિ અસ્પૃશ્યનો સ્પર્શ થઈ જાય વગેરે સમજવું. (૬૮૫)
अथैतदुपसंहरन्नाहइच्चाइसु गुरुलाघवणाणे जायम्मि तत्तओ चेव । भवणिव्वेया जीवो, सज्झायाई समायरइ ॥६८६॥
गुरुकुलवासत्यागपुरस्सरशुद्धोञ्छादिषु गुरुलाघवज्ञाने गुणदोषयोर्गुरुलघुत्वपर्यालोचे जाते सति तत्त्वतश्चैव तत्त्ववृत्त्यैव भवनिर्वेदात् संसारनैर्गुण्यावधारणाजीवः स्वाध्यायादीन् साधुसमाचारान् समाचरति सम्यगासेवते ॥६८६॥
હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ-ઇત્યાદિમાં ગુરુ-લાઘવનું પર્યાલોચન થયે છતે તાત્ત્વિક વૃત્તિથી જ ભવનિર્વેદ થવાના કારણે જીવ સ્વાધ્યાય વગેરે શ્રમણાચારોને સારી રીતે આચરે છે.
ટીકાર્થ-ઇત્યાદિમાં–ગુરુકુલવાસને તજીને શુદ્ધ ભિક્ષાવૃત્તિ આદિમાં. ગુરુ-લાઘવનું પર્યાલોચન-ગુણદોષ સંબંધી વૃદ્ધિનહાનિની સારી રીતે વિચારણા. ભવનિર્વેદ–સંસારની અસારતાનું અવધારણ. (૬૮૬) स्वाध्यायादिसमाचारफलमाह- . गंभीरभावणाणा, सद्धाइसओ तओ य सक्किरिया । एसा जिणेहिं भणिआ, संजमकिरिया चरणरूवा ॥६८७॥
गम्भीराणां भावानां जीवानां जीवास्तित्वादीनां सम्यक्त्वाभिव्यक्तिभूतानां यज्ज्ञानमवबोधस्तस्मात् । किमित्याह-श्रद्धातिशयस्तत्त्वरुचिलक्षणः समुज्जृम्भते । ततश्च पुनस्तस्मात् श्रद्धातिशयात् 'सत्क्रिया' निर्वाणफलसमाचाररूपा प्रवर्तते ।