________________
૨૫૪
ઉપદેશપદ : ભાગ-૨ एवं सुन्दररत्नवत्स्वाध्यायादिषूक्तलक्षणेषु 'नित्यं' प्रतिदिनं चतुष्कालाधाराधनया क्रियमाणेषु तथा पक्षपातक्रियाभ्यां तत्प्रकारात् तत्त्वगोचरात् पक्षपाताच्छक्त्यनुरूपं क्रियातश्च सदा 'शुभभावात्' परिशुद्धपरिणामाज्जायते 'विशिष्टकर्मक्षयो' विशिष्टः सानुबन्धो ज्ञानावरणादिकर्मक्षयोपशमो 'नियमाद्' निश्चयेन सम्यचिकित्साप्रयोगादिव तथाविधरोगनिग्रह इति ॥६९०॥
ગાથાર્થ-એ પ્રમાણે નિત્ય સ્વાધ્યાયાદિ કરવામાં આવે તો તેવા પ્રકારના પક્ષપાતથી અને ક્રિયાથી સદા શુભભાવ થાય છે, શુભભાવથી નિયમા વિશિષ્ટ કર્મક્ષય થાય છે.
ટીકાર્ચ–એ પ્રમાણે–સુંદરરત્નની જેમ. " નિત્ય સ્વાધ્યાયાદિ કરવામાં આવે તો=પ્રતિદિને ચારકાળે મૃત ભણવા રૂપ આરાધનાથી સ્વાધ્યાય વગેરે કરવામાં આવે તો.
તેવા પ્રકારના પક્ષપાતથી–તાત્ત્વિક પક્ષપાતથી (=આંતરિક રાગથી). ક્રિયાથી–શક્તિ પ્રમાણે ક્રિયા કરવાથી. શુભભાવ શુદ્ધ પરિણામ. વિશિષ્ટ કર્મક્ષય-અનુબંધવાળો જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ.
તાત્પર્ય-સ્વાધ્યાય આદિથી અનુષ્ઠાનોનું મહત્ત્વ સમજાય છે. એથી અનુષ્ઠાનો પ્રત્યે તાત્ત્વિક પક્ષપાત થાય છે અને યથાશક્તિ અનુષ્ઠાન પણ થાય છે, અર્થાત્ શક્તિ છુપાવ્યા વિના અનુષ્ઠાન થાય. આ પક્ષપાતથી અને યથાશક્તિ અનુષ્ઠાનથી શુભભાવ ઉત્પન્ન થાય છે અને એ શુભભાવથી ચિકિત્સાના પ્રયોગથી તેવા પ્રકારના રોગના નિગ્રહની જેમ અવશ્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો પરંપરાવાળો ક્ષયોપશમ થાય. (૬૯૦)
तह जह ण पुणो बंधइ, पायाणायारकारणं तमिह । तत्तो विसुज्झमाणो, सुज्झइ जीवो धुवकिलेसो ॥६९१॥
तथा विशिष्टकर्मक्षयो जायते यथा न पुनर्द्वितीयवारं बजाति समादत्ते 'प्रायो' बाहुल्येनानाचारकारणं नरकादिपातनिमित्तं तत्कर्म इह प्रस्तुतशुभभावलाभे सति । प्रायोग्रहणं च शुभभावलाभेऽपि निकाचिताशुभकर्मणां केषाञ्चित् स्कन्दकाचार्यादीनामिवानाचारकारणाशुभकर्मबन्धेऽपि मा भूद् व्यभिचार इति । ततोऽनाचारकारणकर्मबन्धाभावाद्विशुद्धयमानः प्रतिदिनमवदातायमानमनाः 'सिद्ध्यति' निष्ठितार्थों भवतीति जीवो धुतक्लेशः क्षीणसर्वकर्मा ॥६९१॥ ૧. દિવસનો પહેલો છેલ્લો પ્રહર અને રાત્રિનો પહેલો-છેલ્લો પ્રહર એમ ચાર કાળે.