________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૭૭
અતર્કિત (ઓચિંતુ) ઘોર અંધકાર થયો, મોજા ઉછળ્યા, કાલિકવાત ઉછળ્યો. પ્રલયકાળના પવનથી જાણે ન હણાયો હોય એવા મહાભયંકર મહોદધિને જોઈને ખલાસીઓવડે ક્ષÍદ્ધથી લાંગરો નંખાયા. સઢને ઉતારી લેવામાં આવ્યો. વણિકદંપતી વડે દેવતાઓને વિનંતિ કરાઈ અને ત્યાં જ સાગારિક પચ્ચકખાણનો સ્વીકાર કર્યો. ચક્રથી પ્રેરાયેલ વહાણ જેટલામાં એક ક્ષણ ભમીને સ્ત્રીના હૈયામાં રહેલી છૂપીવાતની જેમ તત્સણ ફૂટ્યું. જીવિતની આશા મૂકીને પાણીમાં ડૂબાડૂબ છતા કોઈક રીતે સુંદરી અને ધર્મ બંનેએ એકેક પાટિયું મેળવ્યું. ચારપાંચ દિવસ પછી બંને પણ એક હીપાંતરમા હર્ષ અને વિષાદને વહન કરતા ક્યારેક ભેગા થયા. સમુદ્ર જેવા ઘોર અપાર સંસારમાં વિપત્તિઓ સુલભ છે, જ્યારે સુવિશુદ્ધ ધર્મ સંપત્તિ દુર્લભ છે. અસાર સંસારનું સ્વરૂપ જાણીને તથા જિનકથિત તત્ત્વોને જાણીને જીવોએ સંપત્તિમાં હર્ષ કરવો ઉચિત નથી અને આપત્તિમાં ખેદ કરવો ઉચિત નથી. ધીરે કે કાયરે અવશ્ય જ સુખ-દુઃખ સહન કરવું પડે છે. તો પછી ધીર બનીને સુખ-દુઃખને સહન કરવું સારું છે. જેઓ આપત્તિમાં પડેલા હોય તો પણ ધર્મકર્મમાં પ્રમાદ કરતા નથી તેઓ ધીર, સાહસિક, ઉત્તમસત્ત્વશાળી, મહાયશસ્વી પુરુષો છે. (૩૩)
આ પ્રમાણે આપત્તિમાં પડેલા તેઓ પરસ્પર દેશના કરીને સત્ત્વને દઢ કરીને સારી રીતે શ્રાવક ધર્મને આરાધે છે અને તેઓએ વહાણ ભેદાઈ ગયું છે એવા સંકેતને જણાવતું ચિહ્ન ફરકાવ્યું. તે જોઇને નાવમાં બેઠેલા માણસો ત્યાં આવ્યા. અને તેઓએ ધર્મને કહ્યું: અમે અહીં લોચનવણિક વડે મોકલાયા છીએ. જો તમારે જંબુદ્વીપ આવવું હોય તો આ નાવમાં બેસી જાઓ. ત્યારે પ્રિયા સહિત ધર્મ તે નાવમાં બેઠો. પછી તેઓ લોચનવણિકનું વહાણ જ્યાં હતું ત્યાં લઈ ગયા અને લોચનવણિકે તેઓને ગૌરવપૂર્વક વહાણમાં બેસાડ્યાં. સંબંધિત કથાઓથી ખુશ થયેલાં બંને પણ ભારત સન્મુખ જાય છે. એટલામાં બે દિવસ રાત્રિ પછી પહોંચી શકાય તેટલો સમુદ્ર કિનારો દૂર છે ત્યારે(૩૮)
લોચનવણિક હૃદયને હરનારી ધર્મની પત્નીને જુએ છે. કામાગ્નિની ક્રીડાથી કોળિયો કરાઈ છે કાયા જેની એવો લોચનવણિક વિચારે છે- અહોહો! ચિરકાળ પછી વિધિવડે પોતાના વિજ્ઞાનનો સકળ પ્રકર્ષ આ ઉત્તમ રમણીને નિર્માણ કરીને હમણાં પ્રગટ કરાયો છે. અથવા સતત આક્રમણની ક્રિયાથી અત્યંત થાકી ગયેલા કામદેવના જય અને વિજય માટે હાથની બરછી એવી આ બનાવાઈ છે એમ હું માનું છું. જો આ સ્વયં ઉત્કંઠિત મારા ગળામાં ન વળગે તો યૌવનથી શું? અથવા ધનથી શું? જીવિત અને રૂપથી શું? ખરેખર આ પોતાના પતિને છોડીને અન્ય પુરુષને ઇચ્છતી નથી. કોણ પરિપક્વ આમ્રફળને ૧. કાલિકવાત–પ્રચંડ અથવા પ્રતિકૂળ પવન. ૨. ચક્ર એટલે સમુદ્રમાં ઉત્પન્ન થતી ઘૂમરી અથવા વમળ.