________________
ઉપદેશપદ : ભાગ-૨
આ પ્રમાણે જિનેશ્વર વિષે ઉલ્લસંત થઇ છે શ્રદ્ધા જેની, અસીમાંત ભક્તિરાગથી સ્તવના કરીને, જિનેશ્વર ઉપર બહુમાનને વહન કરતો તે ઘરે પહોંચ્યો. પછી તેના કુશલ અનુબંધી કર્મોના ઉદયથી ભોજન અવસરે ત્રણ લોકના નાથ તેના ઘરના દરવાજે ભિક્ષા માટે પધાર્યા. તેને જોઇને આનંદોલ્લાસથી પાલન કરાયો છે નિયમ જેનાવડે એવો બંદી= સ્તુતિ પાઠક જિનેશ્વરને પ્રતિલાભે છે. પ્રતિલાલ્યા પછી અનુમોદના કરતો વિચારે છે કે હું ધન્ય છું, મારું જીવિત સફળ છે, કેમકે ભગવાને પાણિપુટથી મારું દાન ગ્રહણ કર્યું. એટલામાં આકાશમાં દેવદુંદુભિનો નાદ ઊછળ્યો અને દેવો આ પ્રમાણે ઘોષણા કરે છે કે ‘અહો! દાનં અહો મહાદાનં' લોકમાં મહાઆશ્ચર્યને ઉત્પન્ન કરતી સુગંધિજળ અને પુષ્પની વૃષ્ટિ થઇ અને ગૃહાંગણમાં ઉત્કૃષ્ટ સોનૈયાની વૃષ્ટિ થઇ. વળી બીજું–મનુષ્ય, રાજા, દેવ અને અસુરો તે બંદીનું પણ બંદુપણું પામ્યા, અર્થાત્ બંદીની સ્તુતિ કરવા લાગ્યા. શું જગતમાં સુપાત્રદાનથી અતિ અદ્ભૂત આશ્ચર્ય નથી થતું? આ પ્રમાણે વિશુદ્ધ દાન ધર્મના સાક્ષાત્ માહત્મ્યને જોતો બંદી કર્મગાંઠને ભેદીને સમ્યગ્દષ્ટિ શ્રાવક થયો. પવિત્ર પાત્રોમાં ધનને અતિ વ્યાપક પ્રમાણમાં વિનિયોજીને અશુચિ (ઔદારિક) શરીરનો ત્યાગ કરીને પહેલા દેવલોકમાં ગયો. સુરસુંદરીના સમૂહોથી વીંટળાયેલો લાંબા સમય સુધી અમોઘ ભોગોને ભોગવીને દેવાલયથી અવીને આ જ મુનષ્યલોકમાં વિનયંધર થયો. આના જનમવાથી રત્નસાર વણિક યથાર્થ નામવાળો થયો, અર્થાત્ અઢળક રત્નનો માલિક થયો. અને પૂર્ણયશા માતા પણ યથાર્થ નામવાળી પૂર્ણયશા થઈ. રૂપ, કલાકલાપ, લક્ષ્મી, નિષ્કલંક કીર્તિ, સુરમ્ય અંતઃપુર સર્વ આ સુપાત્રદાનનું ફળ છે. અને બીજું–
૨૯૦
દાન એ પુણ્યરૂપી વૃક્ષનું અનથ (નાશ ન પામે તેવું) મૂળ છે, પાપરૂપી સાપના ઝેરને ઉતારવા મંત્રાક્ષર છે, દારિદ્રરૂપી વૃક્ષના મૂળને બાળવા માટે દાવાનળ છે, દુર્ભાગ્ય રૂપી રોગનું ઔષધ છે. દાન ઊંચા સ્વર્ગરૂપી પર્વત ઉપર ચઢવા માટે સોપાન (નિસરણી) છે, મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે, તેથી જિનોક્ત વિધિથી આ દાન હંમેશા પાત્ર અને સુપાત્રમાં આપવું જોઇએ. ક્રમથી તે સંપૂર્ણ કામી વર્ગના ચરિત્રને ઉદ્યોત કરતા યૌવનને પામ્યો, અર્થાત્ તેનું યૌવન સૌથી મોહક બન્યું. જિનને દાન આપવાના પ્રભાવથી ચારેય કન્યાઓ આને પરણી. (૨૭)
તે સમયે તે નગરમાં જેનો નિર્મળ યશ વિસ્તર્યો છે એવો ધર્મબુદ્ધિ નામે રાજા હતો. જે ખરેખર જ ધર્મબુદ્ધિ હતો, અર્થાત્ નામ પ્રમાણે ગુણવાળો હતો. લાવણ્યરૂપી નીરની નદી, ગુણરૂપી મણિઓથી ભરપૂર, નિષ્કલંક કુલાચરણવાળી, અત્યંત દાંત (જિતેન્દ્રિય) શ્રેષ્ઠ કાંતીવાળી એવી વિજયંતી નામે તેની (રાજાની) રાણી હતી. સારી રીતે પાલન કરાયેલી છે મર્યાદાઓ જેના વડે, ઇન્દ્રિયોના સમૂહથી હંમેશા જ ઉપશોભિત તે