________________
૨૯૭
ઉપદેશપદ : ભાગ-૨ ચોથા ભાગે ૧, પાંચમા ભાગે ૬, છટ્ટાભાગે ૧, સાતમા ભાગે ૧, આઠમા ભાગે ૧, નવમાભાગે ૧ કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે. દશમા ગુણસ્થાને એક કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે. બારમા ગુણસ્થાને દ્વિચરમસમયે ૨ અને ચરમસમયે ૧૪ એમ ૧૬ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરે છે. તેરમાં ગુણસ્થાને દ્વિચરમ સમયે ૭૨ અને ચરમસમયે ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. આ પ્રમાણે ૧૪૮ પ્રકૃતિઓનો ક્ષય કરીને જિન નિર્વાણ પામ્યા. આવા જિનને હું વંદન કરું છું. (૩) (પ્રાચીન બીજો કર્મગ્રંથ ગા.૬-૭-૮)
| [પરિણામના ઉત્કર્ષથી (=વૃદ્ધિથી) અકરણનિયમમાં ઉત્કર્ષ આવે છે એવો આ ગાથાનો તાત્પર્યાર્થ છે.] (૭૩૦)
एत्तो उ वीयरागो, ण किंचिवि करेइ गरहणिजं तु । ता तत्तग्गइखवणाइकप्प मो एस विण्णेओ ॥७३१॥
इतस्त्वित एव अकरणनियमात् प्रकृतरूपात्, 'वीतरागः' क्षीणमोहादिगुणस्थानकवर्ती मुनिर्न नैव किञ्चिदपि करोति जीवहिंसादि 'गर्हणीयं' त्ववद्यरूपं देशोनपूर्वकोटीकालं जीवन्नपि । 'तत्' तस्मात् तत्तद्गतेस्तस्या गते रकतिर्यग्गतिरूपायाः क्षपणादिविकल्पः, तत्र क्षपणं निर्मूलमुच्छेदः, स चानयोरनिवृत्तिबादरगुणस्थाने त्रयोदशनामप्रकृतिक्षपणकाले सम्पद्यते । आदिशब्दात् पुनरनुदयरूपोऽनुबन्धव्यच्छेदः । स च निवृत्तप्रकृतिगतद्वयप्रवेशानामद्याप्यप्राप्तक्षपकश्रेणीनां शालिभद्रादीनां वाच्यः। (ग्रन्थ. ११०००) एषोऽकरणनियमो विज्ञेयः। अयमत्र भावःयथा नरकगत्यादिकर्मक्षयादिभिरनुदययोग्यतानीतं सन्न कदाचिदुदयमासादयति, तथाऽकरणनियमे संजाते न कदाचित् पापे प्रवृत्तिः प्राणिनामुपजायत इति ॥७३१॥
ગાથાર્થઅકરણનિયમથી જ વીતરાગ જરા પણ જીવહિંસાદિ પાપ કરતા નથી. તેથી આ અકરણનિયમ તે તે ગતિના ક્ષયાદિ વિકલ્પ(ભેદ)વાળો જાણવો.
ટીકાર્ય–વીતરાગ ક્ષીણમોહ વગેરે ગુણસ્થાને રહેલ મુનિ. વીતરાગ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ સુધી જીવે તો પણ જરા પણ જીવહિંસાદિ પાપ ન કરે. તે તે ગતિ–નરકગતિ અને તિર્યંચગતિ.
ક્ષય-મૂળથી ઉચ્છેદ. નરકગતિ અને તિર્યંચગતિ એ બે ગતિઓનો ક્ષય અનિવૃત્તિ બાદર ગુણસ્થાને તેર નામપ્રકૃતિઓના ક્ષય કાળે થાય છે. ૧. એક પૂર્વ=૭૦૫૬૦ અબજ વર્ષ. આવા ક્રોડપૂર્વ વર્ષ સુધી.