________________
૩૦૪
ઉપદેશપદ : ભાગ-૨
(માલતી)ના પુષ્પોથી રમણીય છે તેમ તે નગર જાતિવંત (ઉત્તમ) પુરુષોથી રમણીય છે. જેમ ઉદ્યાન પુન્નાગ-નાગવૃક્ષોથી શોભે છે તેમ તે નગર સફેદ હાથીઓથી રમ્ય છે. જિનાલયોના ધ્વજોના બાનાથી ઊંચી કરાઈ છે આંગળી જેના વડે એવું શંખપુર નગર વાજિંત્રના ગંભીર નાદથી જાણે કહી રહ્યું છે કે તે લોકો! તમે કહો, મનુષ્યલોકમાં આના જેવું બીજું કોઈ નગર છે? શંખની જેમ ઉજ્વળ વર્ણ જેવો, પોતાના કંઠની મધુરતાથી ઉત્પન્ન કરાયો છે લોકોમાં સંતોષ જેના વડે, શુદ્ધ કુળરૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલો એવો શંખ નામનો રાજા તે નગરમાં છે. અવદ્યથી (પાપથી) રહિત એવો તે રાજા રાજ્યનું પાલન કરે છે. ચંદ્ર જેમ પોતાના શીતળ કિરણોથી લોકોને શીતળતા આપે છે તેમ તે રાજા લોકો પાસે અલ્પ કર લઈને પ્રીતિ ઉપજાવે છે. (૬)
અન્ય દિવસે રાજા જ્યારે સભામાં બેઠો હોય છે ત્યારે પ્રતિહારથી નિવેદન કરાયેલ વિનયથી યુક્ત ગજશ્રેષ્ઠીનો પુત્ર દત્ત રાજસભામાં દાખલો થયો. રાજાની પાસે રાજયોગ્ય ભેટમું ધરીને, પ્રેમપૂર્વક પ્રણામ કરીને, આસન ઉપર બેઠો ત્યારે રાજાએ પૂછ્યું: હે ગજનંદન! આટલા બધા દિવસે કેમ દેખાયો? તારુ શરીર નિરાબાધ વર્તે છે ને? ગજનંદને કહ્યું. દેવના મુખના દર્શન થયે છતે સર્વકુશલ જ વર્તે છે. ગજવંદન કહે છે–હે મહાપ્રભુ! દિશાઓની યાત્રા કરીને જેમાં ધન ઉપાર્જન કરાય છે એવો વણિક લોકોનો કુળધર્મ અહીં લાંબા સમય પછી આવવાનું કારણ છે. અને બીજું-દુ:ખે કરીને છોડી શકાય એવા સ્ત્રી અને ઘરને છોડીને જે મનુષ્ય પૃથ્વીતલને જોતો નથી તે કૂવાના દેડકાની જેમ સારાસારને જાણતો નથી. દેશાટન કરવાથી વિચિત્ર ભાષાઓ તથા વિચિત્ર દેશનીતિઓનું જ્ઞાન થાય છે. પૃથ્વીતલની ઉપર ભમતા અતિ અદ્ભૂત આશ્ચર્યો દેખાય છે. તેથી હે દેવ! ધનનો અર્થ એવો હું જગતમાં પ્રસિદ્ધ નગરોમાં જાઉં છું અને દેવસાલ નામના નગરમાં હું સુખપૂર્વક વેપાર માટે ગયો હતો. રાજાએ કહ્યું જતા આવતા રસ્તામાં કે તે નગરમાં ગયેલા તે વિદ્વાનના મનને હરનાર એવું કંઈ અપૂર્વ આશ્ચર્ય જોયું? દત્તે કહ્યું: સેંકડો આશ્ચર્યોથી ભરપુર, સ્ફટિકમય કિલ્લાથી વીંટળાયેલું એવું દેવસાલ નામનું વિશાલ નગર છે ત્યાં અપ્રતિમ જિનાલયો છે. ત્યાં કર વિનાનો સુખનો અર્થી લોક વસે છે. ત્યાં કોઈપણ માયાવી નથી. સર્વલોક પીડા વિનાનો છે. સ્ત્રીઓની પણ રક્ષા ઈચ્છાતી નથી, અર્થાત્ સ્ત્રીઓ પણ નિર્ભયપણે રહી શકે છે. કોઇ વેશ્યાવર્ગને માનતું નથી, અર્થાત્ તે નગરમાં કોઇ વેશ્યાઓ નથી. સર્વથા લોકોમાં ક્લેશબુદ્ધિનો અભાવ છે. અને બીજું પણ, માંસાહારીઓ અને ધીવરો(માચ્છીમારો) માન્ય કરવામાં આવતા નથી. હે દેવ! જ્યાં પત્નીથી સહિત એવા ગૃહસ્થો પણ પ્રધાનમુનિઓ જેવા દેખાય છે. હે દેવ! તમારી પાસે