________________
૩૦૦
ઉપદેશપદ : ભાગ-૨ कारादिकं च ज्ञेयम् । तथाहि यादृशीमीश्वरस्तथाविधदेवतापूजनादिकाले कोटिव्ययेनाशयशुद्धिमासादयति, तादृशीं दरिद्रः काकिणीमपि व्ययमान इति लौकिकदृष्टान्तसामर्थ्याद् इहाशठप्रकृतयो वर्तमानानुरूपं धर्मचरणमनुतिष्ठन्तः साम्प्रतमुनयस्तीर्थकरकालभाविसाधुसाधव इव मोक्षफलचारित्रभाजो जायन्त इति ॥७३५॥
આ જ વિષયને શરૂ કરે છે–
ગાથાર્થ-આ કાળમાં પણ ભાવસાધુઓનું તેવું પણ બાહ્ય અનુષ્ઠાન અવશ્ય સિદ્ધિ ફલવાળું જાણવું.
ટીકાર્ય–આ કાળમાં પણ પ્રાયઃ કલહ-ઉપદ્રવ કરનારા અને અસમાધિને કરાવે તેવા સ્વપક્ષના અને પરપક્ષના લોકોથી ચારેબાજુથી ભરચક દુઃષમા કાળમાં પણ.
ભાવસાધુઓનું–જીવનનિર્વાહ માટે જ દીક્ષા લેવી વગેરે દોષોનો ત્યાગ કરીને સત્યવ્રતોની સાધના જેમણે શરૂ કરી છે તેવા સાધુઓનું.
તેવું પણ–મજબૂત સંઘયણ વગેરેનો અભાવ હોવાથી કાળને અનુરૂપ પણ. બાહ્ય અનુષ્ઠાન–આલય-વિહાર વગેરે અને ઇચ્છાકાર-મિથ્યાકાર વગેરે.
આ કાળમાં પણ ભાવસાધુઓનું કાળને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાન (પરંપરાએ) મોક્ષ ફલવાળું જાણવું. તે આ પ્રમાણે–જેવી રીતે ધનવાન તેવા પ્રકારના દેવપૂજનાદિના સમયે ક્રોડ રૂપિયા ખર્ચીને જેવી પરિણામવિશુદ્ધિને પામે તેવી પરિણામવિશુદ્ધિ દરિદ્ર પુરુષ કાકિણી જેટલા પણ ધનના વ્યયથી પામે એવા લૌકિકદષ્ટાંતના બળે જિનપ્રવચનમાં સરળ પ્રકૃતિવાળા અને વર્તમાનકાળને અનુરૂપ ધર્માચરણ કરનારા વર્તમાનકાળના સાધુઓ તીર્થંકરના કાળે થનારા સુસાધુઓની જેમ જેનાથી (પરંપરાએ) મોક્ષ ફળ મળે એવા ચારિત્રના ભાગી થાય છે. (૭૩૫)
अथैतद्वक्तव्यतायां 'संखो' इत्यादिगाथासमूहमाहसंखो कलावई तह, आहरणं एत्थ मिहुणयं णेयं । चरमद्धायऽवितहचरणजोगओ सति सुहं सिटुं ॥७३६॥ संखो नामेण निवो, कलावती तस्स भारिया इट्ठा । तीए भातिणियंगयपेसणमच्चंगमिति रन्नो ॥७३७॥ गुव्विणिविसज्जगाणं हत्थे देवंगमा इयाणं च । पढमं च देविदंसण, साहण तह तस्स एएत्ति ॥७३८॥