________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૯૩
એ અરસામાં વિનયંધરની ચારેય પણ સ્ત્રીઓ સ્પર્શના ભયથી દાસીભાવને પામેલી સ્વયં જ હાજર થઈ. તેઓના અપ્રતિમ રૂપને જોઇને રાજાએ કહ્યું: અહો! અમરાલયમાં (દેવલોકમાં) આવા પ્રકારની દેવીઓ સ્વરૂપવાન હોતી નથી તે વાત સાચી છે. ખરેખર મારું ભાગ્ય અનુકૂળ છે. કેમકે મેં પહેલા તેઓનું રૂપ સાંભળ્યું હતું તે હમણાં સાક્ષાત્ જોયું અને અમૃતકૂપીઓ મારે ઘરે આવી છે. પરંતુ પુલકિત અંગવાળી, ઉત્કંઠિત મનવાળી આઓ સ્વયં નવી સ્નેહરસીલી મારા ગળામાં કેવી રીતે લાગશે? સ્ત્રીઓ જ પુરુષોને મદનરસનું કારણ બને છે અને જો મદનરસનું કારણ ન થતી હોય તો મૃતસ્ત્રી સાથેના રમણની જેમ અહીં શું સુખ થાય? અથવા હું કાળને સહન કરું પરિણામે આ સર્વ મને સિદ્ધ થશે. ભૂખ લાગે કે તુરત ઉંબરના ફળો ક્યારેય પણ પાકતા નથી. આ પ્રમાણે વિચારતા રાજાએ તેઓને તુરંત જ અંતઃપુરમાં મૂકી. ઉત્તમભોગનું અંગ શયન-અશન વગેરે સર્વ અપાવ્યું. પરંતુ સત્કારની સામગ્રીને વિષની જેમ માનીને ઘણી દુઃખરૂપી તપાગ્નિથી તપેલી વિશુદ્ધશીલવાળી તેઓ શુદ્ધભૂમિતળ ઉપર બેઠી. રાજાવડે નિયુક્ત કરાયેલી દાસીઓ બે હાથ જોડીને બોલી–હે દેવીઓ! આ ઉગને છોડો. પૂર્વે ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી આજે આ દક્ષ તમને સાક્ષાત્ ફળ્યો છે કે જે અમારો આ સ્વામી અત્યંત અનુકૂળ વર્તે છે. અને આ જેના ઉપર પ્રસન્ન થાય છે તેને ચિંતામણીની જેમ સુખનું કારણ થાય છે અને પુષ્ટ થયેલો યમની જેમ નિશ્ચયથી પ્રાણ લેનારો થાય છે. તેથી આની કૃપાથી વિષાદને છોડીને ભોગ ભોગવો. મનના સંતાપને છોડો, અનુકૂળ બનીને પોતાને કૃતાર્થ કરો. વિનયંધરની સ્ત્રીઓએ આ પ્રમાણે બોલતી દાસીઓને ધમકાવી–અરે! ઉદ્વેગને ઉત્પન્ન કરનાર આવો કોલાહલ કર્યો છે તો ખબરદાર છે! જો આ ધૂર્ત મરણ નીપજાવે તો સારું થાય. કારણ કે અખંડ શીલવાનને મરણ પણ શુભ જ છે. ભિલ્લ પણ બળાત્કારથી પરસ્ત્રીઓને ભોગવતા નથી. કુળમર્યાદાનું ઉલ્લંઘન કરીને આ તેઓથી પણ અધમ થયો. આ પ્રમાણે નિષ્ફર વચનોથી તર્જના કરાયેલી દાસીઓએ રાજાને કહ્યું: હે દેવ! સ્ફટિક જેવી નિર્મળ શિલા ઉપર ચક્ર કોઈ રીતે અસર કરી શકતું નથી. અર્થાત્ સ્ફટિક જેવી નિર્મળ શીલવાળી ઉપર તું ચક્ર જેવો રાજા કોઈ રીતે ભોગ માટે ચલાયમાન નહીં કરી શકે. તેમાંથી કોઇપણ શીલ ભ્રષ્ટ નહીં થાય એવા નિશ્ચયને જાણીને રાજા પણ અત્યંત ચિંતાતુર થયો. તપેલા પુલિનમાં માછલું જેમ રતિને પામતું નથી તેમ તે રાજા શધ્યામાં રતિને પામતો નથી. ચિંતારૂપી અગ્નિથી સળગતો રાજા રાત્રિને વરસ જેમ પસાર કરીને, શૃંગાર સજીને સૂર્યોદય વખતે તેઓની પાસે ગયો. તેઓએ જરાપણ ૧. પુલિન–નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો રેતીનો બેટ કે રેતાળ પટ અથવા પાણીની બહાર નીકળેલો
નદીની રેલ(પૂર)થી બનેલો રેતાળ બેટ તે પુલિન કહેવાય છે.