________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૮૭
પ્રાપ્ત કરાયું છે. આ પ્રમાણે અન્યમાં ન સંભવે તેવું એનું સૌજન્ય મારા જેવા દુષ્ટશિરોમણિ વિષે આવા પ્રકારના મધુર આલાપો શાથી કરાય છે તે હું જાણતો નથી. અથવા મહાપુરુષો પોતાની ઉદારતાથી શુદ્રોના વિલાસોને જાણતા નથી. ઘાસથી આચ્છાદિત કરાયેલા કૂવાઓમાં ઊંચા પણ હાથીઓ પડે છે. અહો! નિરર્થક મેં આ સજ્જનનો કેવો અનર્થ કર્યો! લોલુપતાથી બિલાડો સારભૂત ઉતરેડને ફોડે છે. આવા પ્રકારના ગુણવાન પુણ્યશર્માને છોડીને શું સુંદરી અભવ્ય એવા મારા ઉપર રાગ કરે? કમળવનમાં રહેતી લક્ષ્મી શું આકડાના વનમાં રાગ કરે? આની બુદ્ધિ નિપુણ છે જેણે આ પ્રમાણે પોતાનું શીલ પાળ્યું. હું પણ પાપરૂપી અગ્નિમાં પડતો આના વડે વિધિપૂર્વક વારણ કરાયો. મોટાં અપરાધમાં સપડાયેલો હું જો કોઈ રીતે અહીંથી જીવતો નીકળું તો આવા પ્રકારના અનાચારોમાં ક્યારેય પ્રવૃત્ત નહીં થાઉં. (૯૭)
હવે સ્નાનવેળા થઈ એટલે ચાકરવર્ગ બટુકને સ્નાનનું આમંત્રણ આપી વિનંતિ કરી. પુણ્યશર્મા પણ ત્યાંથી ઊભો થયો. બટુકને પ્રથમ અભંગન, ઉદ્વર્તન અને સ્નાન કરાવાયું પછી પુરોહિતનંદને પોતે સ્નાન કર્યું. પછી બે શુદ્ધ વસ્ત્રો આપીને વિધિથી ભોજનાદિ કર્તવ્યો કર્યા. દિવસ પસાર કરીને રાત્રિએ ઉચિત શય્યા ઉપર સૂતા. હું અપરાધી છું એવી શંકાને ધરતો વેદરુચિ નિદ્રાને પામતો નથી, અર્થાત્ અંતરના પશ્ચાત્તાપથી કોઈ રીતે ઊંઘ આવતી નથી. તો પણ અતિ ચંચળ-તીક્ષ્ણ આંખોવાળો ભાગી છૂટવાના ઉપાયને શોધે છે. ચલસ્વભાવી પાપીઓ સરળ સજ્જનોનો પણ વિશ્વાસ કરતા નથી. પોતાના અપરાધોથી ભયભીત થયેલા જીવો અશકનીયમાં પણ શંકા લાવે છે. (૧૨)
આમ ભાગી છૂટવાની ઇચ્છાવાળો તે મધ્યરાત્રિએ ચૂપકીદીથી ઊભો થયો અને ભાગ્યના યોગથી ત્યાં આવેલા સર્પવડે સાયો. તેના પોકારને સાંભળીને દીવો મંગાવીને પરિવાર સહિત પુણ્યશર્માએ ઘોર કૃષ્ણ સર્પને જોયો. તે વખતે તરત જ નગરમાંથી પ્રસિદ્ધ ગાડિકો બોલાવાયા. મંત્ર તંત્રોથી પોતાની શક્તિથી ચિકિત્સા કરવા પ્રવૃત્ત થયા. અને તેઓના દેખતાં જ તેની વાણી સંધાઈ અને અંગ હલન-ચલન વિનાનું થયું. પરંતુ મન-કાન અને આંખો
૧. ઉતરેડ-મોટા વાસણ ઉપર નાનું વાસણ તેના ઉપર બીજું નાનું વાસણ એમ ઊર્ધ્વ શ્રેણિ ગોઠવેલી હોય તેને ઉતરેડ કહે છે આમાં સારભૂત વસ્તુઓ રાખેલી હોય ત્યારે બિલાડો તેને ઊંધું વાળી ઢોળી નાખે છે
પોતે ખાવા પામતો નથી તેમ નિરર્થક જમીન ઉપર ઢોળી નાખે છે. ૨. કૃષ્ણ સર્પ–અહીં સર્પની આગળ કૃષ્ણ વિશેષણ મૂક્યું છે તેનું કારણ એ છે કે કાળા સર્પો એકાંતે ભયંકર
ઝેરી જ હોય છે. બીજા વર્ણવાળા સર્પો ઝેરી હોય એવો એકાંત નિયમ નથી.