________________
૨૮૦
ઉપદેશપદ : ભાગ-૨
શકાતા નથી. મેં પાપીએ આવા સજ્જનો ઉપર નિવૃણ વર્તન આચર્યું. જ્યારે પાપી પણ મારા ઉપર તેઓનો કેવો હૈયાનો અપૂર્વ સ્નેહ થયો? ત્યારે જ સમુદ્રના જળમાં હું મરી ગયો હોત તો સારું થાત, કેમકે હું પાપી જીવતો આઓની દૃષ્ટિમાં ન પડત. આ પ્રમાણે વિચારતા લોચનવણિકને પુણ્યશાળી ધર્મે કહ્યું:
હે મિત્ર! તું આ પ્રમાણે ચિંતાથી પ્લાન મુખવાળો થઇને કેમ રહે છે? શું તને ધનની હાનિથી ઉત્પન્ન થયેલું દુઃખ છે. અહીં જે પરમાર્થ હોય તે જણાવ. જીવતાને ફરીથી પણ વિભવ અને સ્વજન મળશે. મિત્ર એવા મારા વડે ધારણ કરાય છતે તારો વ્યાધિ પણ લાંબો સમય નહીં રહે. ઉનાળાના તાપથી સુકાઈ ગયેલી નદી અને સરોવરની શોભા ફરી પ્રાપ્ત થાય છે. ક્ષીણ થયેલો પણ ચંદ્ર થોડા દિવસોમાં ફરી પૂર્ણતાને પામે છે. પાનખરમાં પાંદડાઓને ખેરવીને વૃક્ષો ફરી પણ જલદીથી નવપલ્લવ થાય છે. ધીરપુરુષોને ધન, સમૃદ્ધિ ચાલી ગઈ હોય તો પણ ફરી મળવી દુર્લભ નથી. અને બીજુ જીવોને સર્વ જ સુખ-દુઃખો પૂર્વોપાર્જિત સુકૃત અને દુષ્કૃતના વિપાકોથી થાય છે. તેથી પોતાએ કરેલા કર્મોના ભોગવટામાં ખેદ શાનો? તત્ત્વ સમજેલા જીવને અવશ્ય સુકૃતોપાર્જન કરવું ઉચિત છે, જેથી ભવાંતરમાં દુસહ દુઃખોની પ્રાપ્તિ ન થાય. (૯૧).
તેના ઉપદેશને સાંભળીને લોચનવણિક પણ નિઃસાસો મૂકીને કહે છે–પોતાના દુશ્ચરિત્રને છોડીને મારે બીજું કોઈ દુઃખનું કારણ નથી, પણ જ્યારે મેં તમને ઊંડા સમુદ્રમાં ફેંકી દીધા હતા તે મારું તીક્ષ્ણ પાપ ઊંડે પેશી ગયેલ શલ્યની જેમ મારા હૃદયને અત્યંત પીડે છે. કૂરચરિત્રી એવા મારા વડે જે આ મહાસતી અભિલાષ કરાઈ તે ડંખ મારતું પાપ જાણે મારા હૃદયમાં રહેલા આનંદ(ઉત્સાહ)ને સતત બાળે છે. આ પાપનું ફળ મેં. આ જન્મમાં અહીં જ જલદીથી મેળવ્યું અને આ (લોચનવણિક) અતિપાપી છે એમ સમજીને યમરાજ પણ ન લઈ ગયો. અથવા બકરીની લીંડીની જેમ ધીમે ધીમે લાંબા સમય સુધી ભલે સળગ્યા કરે એ હેતુથી મને પાપીને પણ વિધિએ ધારણ કરી રાખ્યો છે. હે મૈત્ર (સૂર્ય)! તું જેટલા અંશે મારા શરીરમાં ત્વરાથી સંચરે છે તેટલા અંશે મને અધિક તાપ જ્વાળામાં નાખે છે. આ પ્રમાણે વિવિધ પ્રલાપ કરતો લોચનવણિક રિદ્ધિસુંદરી વડે સંબોધાયો.
અરે! તને ધન્ય છે જે આ રીતે આચરેલા પાપનો પશ્ચાત્તાપ કરે છે. કેમકે પાપીઓ પાપને કરીને પણ પરમ આનંદને પામે છે. જ્યારે ધીર પુરુષો પાપ કરતા જ નથી, ૧. ધર્મના પક્ષમાં–હે મૈત્રક (ધર્મ)! તું જેટલા અંશે મારા હૃદયમાં (મનમાં) ત્વરાથી સંચરે છે તેટલા અંશે
મને અધિક પશ્ચાત્તાપરૂપી અગ્નિમાં નાખે છે. ૨. RT=શરીર, કાયસ્થ અર્થાત્ મન, હૃદય.