________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૭૯ આ પ્રમાણે શોક કરતા તેઓને ગામના મુખીએ જોયા. તેઓના અપૂર્વરૂપને જોઈને આ પ્રમાણે વિચાર્યું કે પ્રિયા સહિત કામદેવની જેમ આ કોઇપણ ખરેખર ઉત્તમ પુરુષ છે. કોઈક વિધિના વિલાસથી અહીંયા એકલો આવ્યો છે તેથી દેવ જેવા સ્વરૂપવાળા આનું ઉચિત ગૌરવ તથા અભ્યત્યાન પોતાના વિભવ અનુસાર કરું. કાદવમાં ખૂંચેલા હાથીઓ મહા હાથીઓથી જેમ બહાર કઢાય છે તેમ આપત્તિમાં પડેલા સુજનો સુજનો વડે ઉદ્ધારાય છે. આ પ્રમાણે વિચારીને તેણે વણિકને આદરપૂર્વક બોલાવ્યો અને કૃપા કરી, ખેદ દૂર કરાવીને ઉત્તમ આવાસમાં આશ્રય આપ્યો. કાલોચિત પ્રવૃત્તિથી અનાકુલ મનવાળા ધર્મના શુભ પરિણામો વધે છે ત્યાં ધન્ય એવા ધર્મના દિવસો સુખથી પસાર થાય છે. (૬૯).
પણ કંઠ પાસે આવી ગયેલા પ્રાણવાળો તે પણ લોચનવણિક પુરાણા (જુના) કાથી કષ્ટપૂર્વક બેશુદ્ધ અવસ્થામાં સમુદ્રના કાંઠે પહોંચ્યો. કોઈક રીતે ભાનમાં આવીને કાંઠાની નજીકના પલ્લિગામમાં રહ્યો અને ત્યાં ગીધની જેમ મત્સાહારમાં આસક્ત થયેલો મોહાંધ થયો. રસાંસના દોષથી થોડા દિવસોમાં તેનું શરીર કથળ્યું (બગડ્યું). આ પ્રમાણે દુષ્ટ કોઢ અને નિદ્રાના કારણે તેની સર્વ પ્રવૃત્તિ બંધ પડી અને કષ્ટપૂર્વક જીવે છે. વળી બીજું, ચાલી ગયું છે બુદ્ધિરૂપી નેત્ર જેનું એવો મનુષ્ય પ્રિયસુખો ભોગવવા ઈચ્છતો હોવા છતાં લોચનવણિકની જેમ દુઃખનું ભાજન બને છે. ક્યારેક ભમતો દુઃખોથી પીડાતો લોચનવણિક સ્થાણેશ્વર આવ્યો ત્યારે પાણી ભરવા નીકળેલી ધર્મની ભાર્યાએ (રિદ્ધિસુંદરીએ) જોયો. તેણે પણ સંવેગવાળા ઘણા કરુણારસના વશથી લોચનવણિકની પરિસ્થિતિ પતિને જણાવી. કરુણાના ભરથી તે પણ પોતાને ઘરે લઈ આવ્યો અને પૂછ્યું: માર્ગના સંગમ સ્થાને રહેલા સાલ વૃક્ષની જેમ ઘણાં લોકોને સુખકારી, સુંદર આચરણવાળા એવા તારી આ અતિદારુણ અવસ્થા કેવી રીતે વૃદ્ધિ પામી? અથવા ભુવનમાં મહાપુરુષોને જ આપદા આવે છે પરંતુ અધમોને નહીં. રાહુનું ગ્રહણ ચંદ્ર અને સૂર્યને થાય છે પણ તારાઓને નહીં. તેથી તું ધીર મનવાળો થા. સ્વપ્નમાં પણ લેશ પણ વિષાદને કરીશ નહીં. ઘણાં પણ ધનના વ્યયથી મિત્રને નિરોગી કરીશ. આ પ્રમાણે મધુરવાણીથી બોધ આપીને સમ્યગૂ ઔષધોથી ઉપચાર કર્યો અને સુમિત્રની સામગ્રીના સુકૃત્યોથી લોચનવણિક નિરોગી થયો. તેઓના અસાધારણ સૌજન્યને જોઇને અત્યંત લજ્જાથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો લોચનવણિક સતત નિરાનંદ ચિંતવન કરે છે– સજ્જન અને ચંદનનો સંગ સર્વાગથી સુંદર અને કલ્યાણકારી છે, કેમકે પોતે બળે છતાં પણ તેનો ગંધ ભુવનને સુખદાયક છે. સેંકડો અપકારોને પણ ભૂલી જાય છે, પણ નાનકડા ઉપકારને કદી ભૂલતા નથી. સજ્જનો શૂન્યહૃદયવાળા હોય કે સહૃદયવાળા હોય તે પારખી ૧. શૂન્યહૃદયવાળા-બીજાએ સેંકડો અપકાર કર્યા હોય ત્યારે સજજનો શૂન્ય હૃદયવાળા થઈને સહન કરી લે
છે પણ હૈયામાં ક્રોધાદિ કષાયનો આવેશ થવા દેતા નથી. ૨. સદ્ધયવાળા–બીજાએ નાનકડો ઉપકાર કર્યો હોય તો ભવ પર્યત ભૂલતા નથી, પણ બદલો વાળી આપવા તત્પર રહે છે.