________________
૨૭૮
ઉપદેશપદ : ભાગ-૨ છોડીને લિંબોડીને ખાય? આ પ્રમાણે દૂર્ભવ્યની જેમ ઘણાં કુવિકલ્પરૂપી સાઁથી પ્રસાયેલો છે આત્મા જેનો એવો પાપકર્મી લોચનવણિક ધર્મને હણવા તૈયાર થયો. મધ્યરાત્રિ થઈ. વ્યાક્ષિપ્ત પરિજન સૂઈ ગયો ત્યારે લોચનવણિકે પ્રમત્તચિત્તમાં રહેલા (ઊંઘતા) ધર્મને સમુદ્રમાં નાખી દીધો. જ્યારે પ્રભાત થયું ત્યારે પતિને નહીં જોતી રિદ્ધિસુંદરી કિંકર્તવ્ય વિમૂઢ થઈ કરુણ શબ્દથી રોવા લાગી. લોચનવણિકે આશ્વાસન આપતા કહ્યું: હું તારું દાસપણું પણ સ્વીકારીને તારા મનની શાંતિને કરીશ. તું કહે હમણાં અમારા જેવાઓ અહીં શું કરી શકે ? આ પ્રમાણે તેના વચનો સાંભળીને વિચક્ષણ રિદ્ધિસુંદરીએ મનની મુરાદને જાણીને સંવેગથી ભાવિત મનવાળી હૈયાથી પોતાના રૂપને નિંદે છે અને વિચારે છે–ખરેખર આણે જ આવું મહાપાપ કરેલું છે. કેમકે રાગ રૂપી ગ્રહથી પકડાયેલા જીવો કાર્યકાર્યને જાણતા નથી. મારે પણ રાત્રિએ સમુદ્રમાં ઝંપલાવી દેવું ઉચિત છે. કેમકે પતિ વિનાની કુળવધૂઓને મરણ એ જ શરણ છે. અથવા જિનમતમાં બાલમરણ ભાવપૂર્વક નિષેધ કરાયેલ છે. જીવતા જીવને કયારેક સદ્ધર્મ અને ચારિત્રની પ્રાપ્તિનો સંભવ થાય છે. તેથી જીવવું યુક્ત છે. પરંતુ હું જાણતી નથી કે કેવી રીતે શીલગુણવાળી રહીને આ આપત્તિને તથા સમુદ્રને પાર પામીશ? અથવા અહીં સામથી ઉપાય કરવો જોઈએ, કાળક્ષેપ કરવો અહીં ઉચિત છે. આશાવાદી પુરુષો સેંકડો પણ વર્ષો દુઃખોને સહન કરે છે. આ પ્રમાણે વિચારીને સુંદરીએ લોચનવણિકને કહ્યું હવે હમણાં મારી બીજી કઈ ગતિ હોય? સમુદ્ર પાર પામ્યા પછી ઉચિતને વિચારશું. જેને આશા બંધાઈ છે એવા મોહાંધ લોચનવણિકે તેની વાત સ્વીકારીને રોટલાના ટૂકડામાં આસક્ત થયેલા કૂતરાની જેમ તેની સાર સંભાળ રાખવા લાગ્યો. (૫૫)
હવે અનાચાર ભર્યું વર્તન જોઇને ગુસ્સે થયેલી દેવતાએ પ્રચંડ વિનાશક પવન વિકુવને એકાએક વહાણને તોડી નાખ્યું અને તે ડૂબી ગયું. પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વથી જેમ સંસારરૂપી ભયંકર સમુદ્રને તરી જાય તેમ સુખદાયક ફલકને મેળવીને સુંદરી સમુદ્રને તરી ગઈ અને પુણ્યના યોગથી તે પૂર્વે ભાંગેલા વહાણના પાટિયાથી કાંઠા ઉપર પહોંચી ગયેલા ધર્મને સ્થાનેશ્વર નામના સ્થાનમાં મળી. અને સંતોષરૂપી અમૃતરસથી સર્વશરીરે સિંચાયા. અને લોચનવણિકના ચરિત્રથી લક્ષિત પોતાપોતાની વિતક પૂછી અને સાંભળી. લોચનવણિકને પડેલી આપત્તિને સાંભળીને ધન અત્યંત વિષાદ પામ્યો. કારણ કે અપકાર કરનારાઓ ઉપર પણ સજજનો કરુણાવાળા હોય છે. સુંદરીએ કહ્યું- હે પ્રિય! તે મહાભાગ જિનેશ્વરો અને ગણોધરોને ધન્ય છે, જે ઓની નજીકમાં રહેલા જીવો અશુભભાવને છોડે છે. પણ આપણા સંનિધાનમાં તો શુદ્ધધર્મનો પ્રતિબોધ દૂર છે. અહો! જુઓ આપણાથી તેને અધિકતર જ અશુભ પરિણામ થયો. જેણે આપણને કાંઠે પહોંચાડવાની અતિનિસ્પૃહતાથી સહાય કરી છે તે પણ અહીં કેવા જીવિતના સંશયને તથા ધનહાનિને પામ્યો? (૬૭).