________________
૨૭૬
ઉપદેશપદ : ભાગ-૨ તેની ઉપર જાય છે. એટલામાં ભાગ્યના વશથી કુતૂહલથી જોવામાં વ્યાકુળ છે મન જેનું એવી રિદ્ધિસુંદરીની દૃષ્ટિ એકાએક તેના ઉપર પડી. તેને જોવાની ઇચ્છાથી સખીને સંબોધીને કહ્યું: હે સખી! આ કોઈપણ નવો આવેલો વણિક દેખાય છે. તેના મનોગત ભાવ જાણીને એક સખીએ હસીને કહ્યું: હે સખી ! આ કોણ નવો તલનો વ્યાપારી દેખાય છે. બીજીએ કહ્યું: હે સખી! આ કોઈ નિપુણ ખેડૂત છે કે નહીં ખેડાયેલી નિર્જળ ભૂમિ ઉપર વિપુલ તલને ઉગાડે છે. બીજી પણ કહે છે–હે મુગ્ધા ! ખરેખર ! આ પશ્યનોહર ચોર છે જેણે સખીનું ચિત્તરૂપી ધન ચોરી લીધું છે, જે સર્વને પ્રત્યક્ષ છે. તેથી તે મુગ્ધા ! આ રાજા પાસે જલદીથી લઈ જવાય જેથી સ્વામિનીનું ચિત્તરૂપી સર્વ ધન પાછું આપે. બીજી કહે છે–હે. સખી! આ સ્વામિનીવડે અનુરાગથી સ્વયં જ ગ્રહણ કરાયો છે, અહો ! પોતાના જીવિતકાર્યમાં સ્વામિનીના શરણને ઇચ્છે છે. વિલખી થયેલી રિદ્ધિસુંદરી તેઓને કહે છે–હે સખીઓ! હવે જલદીથી ચાલો, અસંબદ્ધ પ્રલાપથી સર્યું. (૧૩)
એ આરસામાં પોતાના નિમિત્તથી ધર્મ એકાએક છીંક ખાધી. અને છીંક પછી તરત ધર્મ જિનેશ્વરોને નમસ્કાર થાઓ નમસ્કાર થાઓ એમ બોલ્યો. તે વચન સાંભળીને અધિકતર ઉલ્લસિત થયેલી રિદ્ધિસુંદરીએ પણ કહ્યું: જિનેશ્વરનો આ ભક્તલોક ચિંરજીવો. સુમિત્રધનિક આ સર્વવૃત્તાંત સાંભળીને ભવ્યજીવની જેમ તદભિન્નને ધર્મનું સ્વરૂપ પૂછે છે. સુમિત્રશ્રેષ્ઠી પરિજનને લઈને તેની પાસે સ્વયં જ જઇને ચૈત્ય-ગુરુની પૂજામાં એક માત્ર રસવાળા ધર્મને શુભમુહૂર્ત પોતાની પુત્રી આપે છે. કુલ-રૂપ-વિભવ-કૌશલ્ય-કીર્તિથી યુક્ત પરંતુ જિનમતથી બાહ્ય એવા ઘણાં યુવાનોએ પૂર્વે રિદ્ધિસુંદરીની માંગણી કરી હતી છતાં સુમિત્ર પિતાએ ન આપી અને હમણાં માગણી ન કરવા છતાં જિનમતમાં રાગી ધર્મ રિદ્ધિસુંદરીને મેળવી. અથવા જિનમતમાં રહેલા જીવો માગ્યા વગર જ સુખને મેળવે છે. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી પૂર્ણ થયો છે મનોરથ જેનો એવો ધર્મ કરવા યોગ્ય કાર્યો આટોપીને પ્રિયાની સાથે તાપ્રલિપ્તિ નગરીમાં ગયો. તેઓનો હૈયાના સદ્ભાવપૂર્વકનો પ્રેમ એવો દૃઢ થયો કે આંખના પલકારા જેટલા કાળ માટે પણ વિયોગને સહન કરતા નથી. (૨૧)
હવે કોઇક વખત પત્ની સાથે ધર્મ કિંમતી કરિયાણું ભરેલા વહાણ વડે ધન ઉપાર્જન કરવા માટે સિંહલદ્વીપ ગયો. ત્યાંથી ઘણું ધન કમાઈને પ્રમુદિત ચિત્તવાળો જલદીથી પાછો ફર્યો. સંસાર જેવા ભયંકર સ્વરૂપવાળા સમુદ્રની મધ્યમાં પહોંચ્યો ત્યારે ભવિતવ્યતાના વશથી ૧. પશ્યનોહર–સૌના દેખતા જ આંખ આંજીને ચોરી કરનાર માણસ અર્થાત્ સોની. ૨. તfબન્ને-તમ્ એટલે ધર્મ અને મન એટલે તાદાત્મય. અર્થાત્ ધર્મ નામના વણિકની સાથે તાદાભ્ય
સંબંધથી ધર્મ જેમાં રહેલો છે એવો. નામ પ્રમાણે ગુણવાળો ધર્મવણિક.