________________
ઉપદેશપદ : ભાગ-૨
૨૭૫ આમંત્રણ આપે છે? હે ધીર! તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલા સુખને માટે માંસપેશીમાં લુબ્ધ થયેલા માછલાની જેમ પોતાને ઘોર નરકાલયમાં ન પાડ. પરદારાને ભોગવતો જીવ નરકગતિના ઘોર કારાગૃહને પ્રાપ્ત કરે છે અને અપાર દુઃખોના પારને પામતો નથી. હે સુભગ! તમારા જેવા સન્મોનો સંગ કોને સુખ આપતો નથી? પરંતુ નરકની વ્રજાગ્નિજ્વાળાઓ સહન કરી શકાતી નથી. મનુષ્યોને ભોગસુખ પરિમિત દિવસો સુધી મળે છે જ્યારે નરકના દારુણ દુઃખો સાગરોપમ અને પલ્યોપમ સુધી ચાલે છે. અને બીજું, હે રાજનૂ! પોતાની અંતઃપુરીઓથી મારામાં શું અધિક જુએ છે? જેથી બાળકની જેમ પરમાર્થને નહીં જાણતો અસદુગ્રહને પકડી રાખે છે. વળી બીજું, જેમ કુતૂહલી બાળકો જળ જળે એક ચંદ્રને જુએ છે તેમ મૂઢો બીજી બીજી સ્ત્રીઓને વિષે દુર્લભ ભોગસુખને જુએ છે. (૫૧).
આ પ્રમાણે સાંભળતો રાજા એકાએક સંવેગના સારભૂત વચન બોલે છે કે હે સુંદરી! તેં સુંદર કહ્યું. મારા વડે હમણાં તત્ત્વ જણાયું. મોહથી આંધળા થયેલા મને તેં નિર્મળ વિવેક ચક્ષુ આપ્યા. નરકકૂપમાં પડતા મને તે જલદીથી ધારી રાખ્યો. હે સુતનું! તું કહે હમણાં તારું શું પ્રિય કરું? હું મંદભાગ્ય છું. તેણે કહ્યું. પરસ્ત્રીગમનથી વિરામ પામ. પછી સૂર્યને ઊગેલો જોઇને ચક્રવાક જેમ હર્ષ પામે તેમ રાજા પુલકિત અંગવાળો થયો. રાજા ધર્માનુરાગી બની પરદારાથી વિરત થયો. હે સુપુરુષ! સારું સારું તેં તત્ત્વને જાણ્યું અને સત્ત્વને સ્વીકાર્યું. પોતાના વંશને મલિન ન કર્યો. આ પ્રમાણે બુદ્ધિસુંદરીએ પ્રશંસા કરી. ફરી ફરી તેને ખમાવીને પૂજે છે, સત્કાર કરીને રજા આપે છે. પૂર્વની જેમ જ મંત્રી ઉપર રાજા કૃપાદૃષ્ટિવાળો થયો. આ પ્રમાણે જિનશાસન રૂપી શેષને મસ્તક ઉપર ધારણ કરતી બુદ્ધિસુંદરીએ પણ નિર્મળ અકરણનિયમનું પાલન કર્યું.
ઋદ્ધિસુંદરીનું કથાનક હવે તામ્રલિપિ નગરીમાં ઉત્તમ ચિત્રાંગદ વણિકનો પુત્ર જેણે જિનધર્મને જાણ્યો છે એવો ધર્મ વાણિજ્ય માટે સાકેતપુરમાં આવ્યો અને તેણે ક્યારેક દુકાનમાં બેઠેલા રાજમાર્ગથી સખીઓની સાથે જતી રિદ્ધિસુંદરીને જોઈ અને તે વખતે તેણે વિચાર્યું અહો! આ અસાર સંસારમાં આ મૃગાક્ષી જાણે સારભૂત હોય તેમ લાગે છે. જો વિષયસુખના લેશવાળા આ સંસારમાં તૃષ્ણાના બંધવાળો જો ગૃહવાસ ઇચ્છાય છે તો આની સાથે ગૃહવાસ કરવો ઉચિત છે નહીંતર વિડંબના જ છે. પહેલવેતરી ગાયની દૃષ્ટિ જેમ જવાસામાં જાય તેમ આ પ્રમાણે વિચારતા અને ફરી ફરી વારવા છતાં પણ તેની દૃષ્ટિ ૧. પહેલ વેતરી ગાય-પ્રથમવાર વિયાયેલી ગાય.